વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ આઠમ    

તા. ૨૯/૧૨/૨૦૧૮ શનિવાર

  • કેન્દ્ર સરકારને મહત્વકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે 10000 કરોડની ફાળવણી કરી, 2022 સુધીમાં ત્રણ ભારતીયોને સાત દિવસ સુધી અવકાશયાત્રા પર મોકલવામાં આવશે.અમેરિકા, રશિયા,ચીન પછી ભારત ચોથો દેશ બનશે.
  • લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ખેડૂતોને રાહત આપવાની મોટી જાહેરાત કરે તેવી સંભાવના.તેલંગણા સરકાર દ્વારા જે રીતે યોજના અમલી બનાવવામાં આવી છે તે રીતે નવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
  • પોક્સો એક્ટના સંશોધનોને કેન્દ્ર સરકારની બહાલી, બાળક સાથે દુષ્કર્મ કરનારને હવે ફાંસી થશે. દેશના બાળકો પર વધી રહેલી જાતિય હિંસાને અટકાવવા જોગવાઈઓ વધુ આકરી બનાવવામાં આવી છે.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જોગવાઈ અનુસાર રજીસ્ટર થયેલી માધ્યમિક શાળાનાના ટ્રસ્ટી હવેથી શિક્ષક કે આચાર્ય બની શકશે નહિ.બંને માંથી એક વિકલ્પ પસંદ કરવા માટે ત્રણ માસનો સમય આપવામાં આવ્યો છે.
  • ઓસ્ટેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં, ઓસ્ટેલિયા પ્રથમ દાવમાં 151 રનમાં આઉટ, બીજા દાવમાં ભારતે પાંચ વિકેટ ગુમાવી 54 રન કર્યા છે.
  • રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન અધિક સચિવ અને હાલના ગ્રામ વિકાસ પ્રભાગના અધિક સચિવ અનિલ પટેલને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી પર ઉતારી દીધા છે.
  • જુના વાહનોમાં HSRP હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરી 31 જાન્યુઆરી 2019 કરવામાં આવી છે.
Categories: Daily News