વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ છઠ્ઠ    

તા. ૨૮/૧૨/૨૦૧૮ શનિવાર

  • લોકસભામાં ટ્રિપલ તલાક બીલ 245 વિરુદ્ધ 11 મતથી પસાર થયું,હવે બીલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. કોંગ્રેસ સહીત વિપક્ષોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસ સહીત વિપક્ષોએ બીલને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
  • જમ્મુ કાશ્મીરમાં ‘ ચિલાઈ કલાન’ ને પગલે દેશભરમાં હાડ ગાળતી ઠંડીનો ચમકારો, જનજીવન અસ્તવ્યસ્ત. શ્રીનગરમાં 7.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક નોંધાઈ છે.
  • શીખ વિરોધી રમખાણો સંબધિત કેસમાં જન્મટીપની સજા પામેલા કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જનકુમાર 31 ડિસેમ્બરે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે.
  • મ્યુનિ. સંચાલિત વી.એસ.હોસ્પિટલને 500 બેડ સાથે અલગ કરી દેવાના ભાજપના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ આક્રમક, કમિશનર કચેરી બહાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધાંધલ-ધમાલ મચાવી.
  • જસદણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં કોંગ્રેસના 20 જેટલા સિનીયર નેતાઓ અર્જુનસિંહ મોઢવાડિયાના નિવાસસ્થાને એકઠા થયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો દિલ્લી જઈ વિરોધ વ્યકત કરશે.
  • ઓસ્ટેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાની શાનદાર સદીથી પ્રથમ દાવ ભારતે સાત વિકેટ ગુમાવી 447 રન કરી દાવ ડીકલેર કર્યો હતો. વિરાટ કોહલીએ 82 અને રોહિત શર્માએ અણનમ 63 રન કર્યા હતા.
  • ભારતીય ખેલાડી મનુ ભાકરે શૂટિંગની નેશનલ પસંદગી ટ્રાયલ્સમાં મહિલા અને જુનિયર 10 મી. એર પ્રિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યો છે.
  • એએફસી એશિયન ફૂટબોલ એશિયન કપ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. સુનીલ છેત્રીને ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે.
  • ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં 11 બોલમાં પાંચ વિકેટ ઝડપી વિશ્વ વિક્રમ રચ્યો હતો.
  • આગામી વષે પહેલી એપ્રિલથી તમામ વાહનોમાં હાઈસિક્યુરીટી નંબરપ્લેટ પહેલેથી જ ફીટ કરેલી મળશે. – પરિવહન મંત્રી નીતિન ગડકરી
Categories: Daily News