27 Sep 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવાવદ તેરસ

તા. ૨૭/૯/૨૦૧૯ શુક્રવાર

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરેબિયન દેશો માટે રૂ. 1200 કરોડની સહાયની જાહેરાત કરી છે તો સોલાર, રીન્યુએબલ , એનર્જી અને જળવાયુ પરિવર્તન સંબંધિત પ્રોજેક્ટો માટે 15 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાનખાનનું આજે યુએનમાં 74 અધિવેશનને સંબોધન કરશે. સૌપ્રથમ વડાપ્રધાન મોદીની સાંજે ૭.30 કલાકે અને ત્યારપછી ઇમરાનખાનનું સંબોધન કરશે.
  • સેના પ્રમુખ જનરલ બીપીન રાવત આજે ચીફ ઓફ સ્ટાફ કમિટીના પ્રમુખ બનશે.
  • રાજ્યની સાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ સોમવાર ના રોજ પ્રથમ નવરાત્રીએ ભરશે. અત્યારે શ્રાદ્ધ ચાલતું હોવાથી ઉમેદવારો ફોર્મ ભરતા ડરે છે.
  • આર્યુવેદ અને હોમિયોપેથી કોર્સમાં ખાલી પડેલી બેઠકો ઉપર પ્રવેશ માટે નીટ ફરજીયાત છે. નીટ વિના સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અપાયેલ પ્રવેશ ગેરકાયદેસર છે.- હાઈકોર્ટ
  • મહારાષ્ટ્રના પુણે શહેર અને જીલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી ૨૦થિ વધુ લોકોના મોત તથા અનેક લોકો લાપતા થયા છે.
  • કર્ણાટક વિધાનસભાની 15 બેઠકોની પેટા ચૂંટણી મોકૂફ રહી છે,  17 ધારાસભ્યોને ગેરલાયકને પડકારતી અરજી પેન્ડીંગ હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
  • રાજ્યની તમામ આરટીઓ અને એઆરટીઓ તા. ૨૮ અને ૨૯ એટલે કે શનિ અને રવિ રજાના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • પહેલી ઓક્ટોબરથી પેટ્રોલપંપો પર ક્રેડીટ કાર્ડથી 0.75% છૂટ બંધ કરવામાં આવશે . વર્ષ 2016 નોટબંધી પછી સરકારે કાર્ડથી ચુકવણી પર છૂટ આપી હતી.
  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂટણીમાં ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. ભાજપ 144 અને શિવસેના 126 બેઠકો લડશે, જ્યારે અન્ય 38 બેઠકો સાથી પક્ષો માટે આપવામાં આવી છે.
  • બેલ્જીયમ સામે ભારતીય હોકી ટીમનો ૨-0 થી વિજય થયો છે. મનદીપ સિંઘ અને આકાશદીપ શાનદાર ગોલની મદદથી વિજય થયો હતો.