વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ પાંચમ    

તા. ૨૭/૧૨/૨૦૧૮ ગુરૂવાર

  • દેશમાં પ્રજાસત્તાક પ્રસંગે આતંકી હુમલાનો પર્દાફાશ, દિલ્લી અને ઉત્તરપ્રદેશમાં 17 સ્થળોએ NIAના દરોડા દરમ્યાન આંતકી ગ્રુપના લીડર સહીત 10 આંતકવાદીઓ ઝડપાયા. રોકેટ લોન્ચર, 12 પિસ્તોલ અને 25 કિલો કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે.
  • ભાજપા પ્રમુખ અમિત શાહે આગામી લોકસભાની ચૂંટણી માટે 17 રાજ્યોના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. ગુજરાતમાં ફરી ઓમપ્રકાશ માથુરને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ગુજરાતના ભાજપા નેતા ગોરધનભાઈ ઝડફિયાને બનાવવામાં આવ્યા છે.
  • NDAના સહયોગી અપનાદલના વધતાં મતભેદોનો પડઘો, અપનાદલ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુંપ્રિયા પટેલને તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો છે.
  • મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સભ્યને મંત્રી નહિ બનાવતાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ નારાજ, સમાજવાદી આગામી લોકસભાની ચૂંટણીમાં ગઢબંધન કરવાની સ્પષ્ટ ના પાડી અને બિન ભાજપા અને બિન કોંગ્રેસ ત્રીજો મોરચો રચવાની જાહેરાત કરી છે.
  • ઇન્ડોનેશિયામાં આવેલ સુનામીને પગલે પીડિતોને સહાયભૂત થવા માટે મોરારીબાપુ 20 લાખ રૂપિયાની સહાય કરશે.
  • ભારતીય આંતરાષ્ટ્રીય ગોલ્ફર જ્યોતિસિંહ રંધાવાની ગેરકાયદેસર શિકાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના દૂધિયા ટાઈગર રિઝર્વના રક્ષિત વિસ્તારથી તેમના સાથી મહેશ વિજદાર સાથે પકડાયા છે.
  • લોકસભામાં મુસ્લિમ વુમન તલાક બીલ અંગે આજે ચર્ચા થશે ત્યારપછી તેના પર વોટીંગ પણ થઇ શકે છે.
  • કેન્દ્ર સરકારે કોઈપણ માહિતી આપવા માટેનું એનાઉન્સમેન્ટ સ્થાનિક ભાષામાં કરવાની દેશભરના તમામ એરપોર્ટસને સૂચના આપવામાં આવી છે.
  • ભારત અને ઓસ્ટેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતે બે વિકેટ ગુમાવી 215 રન નોંધાવ્યા છે. મયંક અગ્રવાલે 76 અને ચેતેશ્વર પુજારા અણનમ 68 રન કર્યા છે.
  • શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસોના અકસ્માત થતાં રાજ્ય સરકારે અકસ્માત રોકવા માટેના પ્રયાસ રૂપે શાળાઓ રાત્રે 11 થી સવારે છ વાગ્યા સુધીમાં પ્રવાસ બસ ચલાવી શકશે નહિ તેવો મહત્વનો નિર્ણય કર્યો છે.
Categories: Daily News