26 Sep 2019 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવાવદ બારસ

તા. ૨૬/૯/૨૦૧૯ ગુરૂવાર

  • ન્યૂયોર્કમાં આયોજિત બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેશ ફોરમમાં અમેરિકન કંપનીઓને ભારતમાં આવીને મોટાપાયે રોકાણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાની સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં પ્રથમ ક્રમે રહ્યા છે. બીજા ક્રમે લંડનમાં સ્થિત એસપી હિન્દુજા અને ત્રીજા ક્રમે અઝીમ પ્રેમજી આવે છે.
  • ભારતને પાકિસ્તાન નહિ, ટેરરિસ્તાન  સાથે વાત કરવામાં વાંધો છે. તેઓ ઘણા સમયથી આતંકને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકર
  • દેશમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા બદલ બિલગેટ્સ મીલીન્ડા ફાઉન્ડેશન, ન્યૂયોર્ક દ્વારા પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું છે.
  • કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવનાર યુવતીની બળજબરીપૂર્વક પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધી છે. પીડિત યુવતીએ પાંચ કરોડની ખંડણી માગી હોવાનું પોલીસનો દાવો છે. સ્વામી ચિન્મયાનંદને ભાજપમાં તગેડી મુકવામાં આવ્યા છે.
  • કસ્ટોડીયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા પામેલા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટણી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
  • મહાત્મા ગાંધીજીની બીજી ઓક્ટોબર 150 જન્મ જયંતી દિને ‘ સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રીવરફ્રન્ટ સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને દેશને ખુલ્લામાં શૌચાલય મુક્ત જાહેર કરશે.
  • 17મી વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ આવતીકાલથી દોહાના ખલીફા સ્ટેડીયમથી શુભારંભ થશે. ચેમ્પીયનશીપમાં 209 દેશના 1972 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. બહારની 26 ખેલાડીઓની ટીમ ભાગ લઇ રહી છે. ભારતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 36 વર્ષમાં માત્ર એક મેડલ લોન્ગ જમ્પર અંજુ બોબી જયોર્જ વર્ષ 2003ના પેરીસ વર્લ્ડ ચેમ્પીયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.