વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ છઠ્ઠ           

તા. ૨૬/૧/૨૦૧૯ શનિવાર

  • પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ મહાન હસ્તીઓને દેશનો સર્વોચ્ય નાગરિક સન્માન ‘ ભારત રત્ન’ આપવાની જાહેરાત કરી છે. દેશના નિષ્ઠાવાન સમાજસેવક નાનાજી દેશમુખ(મરણોત્તર), મશહૂર લોકગાયક ડો. ભૂપેશ હજારિકા (મરણોત્તર) અને પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજનેતા પ્રણવ મુખર્જીને ‘ ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવશે.
  • ગુજરાતના જોરાવરસિંહ, બિમલ પટેલ અને નગીનદાસ સંઘવી સહીત આઠ મહાનુભાવોને પદ્મશ્રી તથા 112 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
  • આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી તથા શિક્ષણમાં 10% અનામત મામલે સુપ્રીમકોર્ટે કેન્દ્રને નોટીસ આપી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની બેન્ચે તત્કાલ સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે.
  • ગુજરાતના લોકસંગીતમાં જાણીતા લોકગાયિકા મીનાબેન પટેલનું ટૂંકી માંદગી બાદ ઓસ્ટેલિયામાં અવસાન થયું છે.
  • ગુજરાત રાજ્ય પોલીસદળના કુલ 19 પોલીસ અધિકારી, પોલીસ કર્મીને ‘ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક’ માટે પસંદગી કરવામાં આવી છે. સુરત રૂરલ પોલીસના ASI ગુલાબભાઈ પટેલ અને ગાંધીનગર IBના ડી.સી.બારિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હૂડા સામે ગુડગાંવ જમીન ગોટાળા મુદ્દે વધુ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
  • આજે માઉન્ટ માગેની ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રમાશે. પાંચ મેચોની શ્રેણીમાં ભારત 1-0 થી સરસાઈ ધરાવે છે.

  

Categories: Daily News