વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ ચોથ             

તા. ૨૪/૧/૨૦૧૯ ગુરૂવાર

 • કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીનો રાજકારણમાં પ્રવેશ, લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. સક્રિય રાજકારણમાં આવનાર નેહરુ-ગાંધી પરિવારની 11મી સભ્ય છે.
 • મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીમાંથી રેસમાંથી બહાર થનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુલાબનબી આઝાદને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.
 • નાણામંત્રી અરૂણ જેટલી બીમારીને કારણે અમેરિકામાં સારવાર લઇ રહ્યા હોવાથી રેલવે મંત્રી પિયુષ ગોયલને વચગાળાના નાણામંત્રી મંત્રી બનાવવામાં આવ્યા હોવાથી તેઓ બજેટ રજુ કરશે.
 • નેતાજી સુભાષચંદ્ર બોઝની 122મી જન્મજયંતી નિમિત્તે લાલ કિલ્લા પર સુભાષચંદ્ર બોઝ મ્યુઝીયમ નું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.
 • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બરમાં લેવાયેલ સી.એ ફાઈનલ ઓલ્ડ પરીક્ષાનું પરિણામ 42.04% અને ન્યૂ કોર્સનું 36.93% જાહેર થયું છે. ઓલ્ડ કોર્સમાં ગુજરાતના બે વિધાર્થીઓ અને ન્યૂ કોર્સમાં ચાર વિધાર્થીઓને ટોપ 50માં સ્થાન મળ્યું છે.
 • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ વનડે ભારતે  ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે પરાજય આપ્યો છે. શિખર ધવન અણનમ 75 રન કર્યા છે. કુલદીપ યાદવે ચાર અને મોહમ્મદ સામી ત્રણ વિકેટ ઝડપી હતી.
 • ઇન્ટરનેશનલ વેઇટલિફીટગ ફેડરેશનને ભારતની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સંજીતા ચાનું પર મુકવામાં આવેલ અસ્થાયી પ્રતિબંધ હટાવી લીધો છે.
 • નરોડા પાટીયા રમખાણ કેસમાં ચાર દોષિતોને સુપ્રીમકોર્ટે જામીન આપ્યા છે. અગાઉ હાઇકોર્ટે દોષિતોને 10 વર્ષની સજા ફરમાવી હતી.
 • લોકસભાની ચૂંટણીના  કારણે ગુજરાત વિધાનસભાના સંપૂર્ણ બજેટ સત્રના બદલે 18 ફેબ્રુઆરીથી લેખાનુદાન માટે 22મી સુધી પાંચ દિવસનું ટૂંકુ સત્ર મળશે.
 • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક હાજરીનો અમલ કર્યા  બાદ હવે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિધાર્થીઓની બાયોમેટ્રિક હાજરી અંગે કવાયત હાથ ધરી છે.
 • રાજ્યમાં આર્થિક અનામત માટે હવે માત્ર આઠ લાખ આવકમર્યાદાની એક જ શરત લાગુ પડશે. જમીન, રહેણાંક મકાન સહીતની શરતો ગુજરાતમાં લાગુ નહિ પડે.  
Categories: Daily News