વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ ચૌદશ

તા. ૨૨/૧૧/૨૦૧૮ ગુરૂવાર

 • કાશ્મીરમાં પીડીપી, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સરકાર રચવાના દાવા પહેલા જ રાજ્યના રાજ્યપાલે રાત્રે 9.૦૦ કલાકે વિધાનસભા ભંગ કરી.
 • વર્ષ-2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીને કારણે 26 કરોડ થી વધુ ખેડૂતો બેહાલ થયા- કૃષિ મંત્રાલય
 • દક્ષિણ કોરીયાના કીમ જોગયાન ઇન્ટરપોલના નવા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. હાલના અધ્યક્ષ ચીની નાગરિક મેગ હોગવીયર ભ્રષ્ટ્રાચારના આરોપો બાદ ધરપકડ કરવામાં આવી છે.
 • વોટ્સઅપ ઇન્ડીયાના વડાપદે અભિજિત બોઝની નિયુક્તિ કરવામાં આવી છે.
 • ગાંધીનગરના દિયોદર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીનીસાત બોરીમાંથી બોરી દીઠ 400 થી દોઢ કિલો માટી નીકળતાં નાયબ મામલતદારને તાત્કાલિક અસરથી જીલ્લા બહાર બદલી કરવામાં આવી છે. તથા સપ્લાય મેનેજરની પણ બદલી કરવામાં આવી છે.
 • મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં ભારતની બોક્સર મેરીકોમનો સેમીફાઈનલ મુકાબલો આજે ઉત્તર કોરીયાની કીમ યહાંગ સામે થશે.
 • ઓસ્ટેલિયા સામેની પ્રથમ T20 મેચમાં વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતનો નજીવા ચાર રનથી પરાજય થયો હતો.
 • દેશના 50% ATM આગામી માર્ચ સુધીમાં બંધ કરી દેવામાં આવશે.
 • ઉત્તરાખંડણી સ્થાનિક ચૂંટણીઓમાં સાત મહાનગરપાલિકા માંથી પાંચ ભાજપ અને બે કોંગ્રેસને ફાળે ગઈ છે. 84 નગરપાલિકા પૈકી 34 ભાજપ, 25 કોંગ્રેસ અને એક બસપાને ફાળે આવી છે.
 • રાજ્યમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાણી તંગીને નિવારવા માટે પંજાબથી ઘાસચારો મંગાવવામાં આવશે. માંન્રેગા હેઠળ 150 દિવસની રોજગારી અને ઓછા વરસાદવાળા તાલુકાઓમાં ખેડૂતોને રાહત પેકેજ વહેલી તકે જાહેર કરવાનો કેબિનેટનો નિર્ણય.
 • દિવાળી પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી મધદરિયે ખોટવાઈ, 441 મુસાફરોને હેમખેમ બહાર નીકળવામાં આવ્યા.
 • રાજ્યમાં વાહનોમાં HSRP નંબર ફીટ કરવા માટે RTO ઘરે આવીને ફીટ કરી આપશે આ માટે ટૂ વ્હીલરનો રૂ. 140 અન એકર માટે રૂ. 400/- ચાર્જ આપવો પડશે.
Categories: Daily News