વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ તેરસ  

તા. ૨૧/૧૧/૨૦૧૮ બુધવાર

 • સીબીઆઈના ડાયરેકટ આલોકવર્માએ જે જવાબ સુપ્રીમકોર્ટને બંધ કવરમાં સોંપ્યો હતો તે પહેલા જ લીક થવા મામલે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અત્યંજ નારાજ થતાં આલોક વર્માના વકીલને ‘ તમે સુનાવણીને લાયક નથી’ એમ કહી ખખડાવી નાખ્યા.
 • જમ્મુ કાશ્મીરના શોપિયા જીલ્લામાં એક એનકાઉન્ટરમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આંતકીઓ ઠાર, એક જવાન શહીદ.
 • 1984ના શીખ વિરોધ રમખાણોના કેસ મામલે કોર્ટે 34 વર્ષના લાંબા ગાળા બાદ યશપાલસિંહને મૃત્યુ દંડ અને નરેશ સહરાવતને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. સીટની રચના બાદ પ્રથમ ચુકાદો છે.2020માં નિર્માણકાર્ય શરૂ થશે અને 2026માં પ્રથમ જહાજ તૈયાર થશે.
 • રશિયાની મદદથી ભારતીય સેના માટે ગોવામાં બે મિસાઈલ યુદ્ધજહાજનું નિર્માણ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે 3750 કરોડની ડીલ થઇ.
 • છતીસગઢમાં બીજા તબક્કાની 19 જીલ્લાની 72 સીટો માટે 71% મતદાન યોજાયું.કેટલીક જગ્યાએ ઈવીએમ ખરાબ થવા માટેની ફરિયાદો થઇ હતી.
 • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આગામી લોકસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી, તેમણે આરોગ્યને કારણે તેઓ ચૂંટણી લડવાના નથી.
 • દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર દિલ્લી સચિવાલયમાં તેમની ઓફિસની બહાર એક વ્યક્તિને લાલ મરચાંથી હુમલો કર્યો, ચશ્મા તૂટી ગયા છે.
 • આજે ભારત- ઓસ્ટેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ બ્રિસ્બેન ખાતે રમાશે.ટીમ ઇન્ડિયાની ટીમમાં દિનેશ કાર્તિક,કે.એલ.રાહુલ,મનિષ પાંડેનો સમાવેશ થયો છે.
 • મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં મેરીકોમે ચીનની વુ યુ ને 5-૦ થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે., મેરીકોમ સાત મેડલ જીતનાર વિશ્વની પહેલી બોક્સર બની. અન્ય ચાર ભારતીય ખેલાડીઓ પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થયા.
 • બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડના માં અને સ્મૃતિમાં અપાતો ‘ સયાજીરત્ન’ આ વર્ષનો મહાનાયક અમિતાભ બચ્ચનને એનાયત કરવામાં આવ્યો છે.આ વર્ષનો મહાનાયક અમિતાભ બચ્ચનને એનાયત કરવામાં આવ્યો છે.
 • સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો, પરંતુ સુરતના અન્ય એક કેસમાં ધરપડક કરતાં મુક્તિ થશે નહી.હાર્દિક, ચિરાગ અને દિનેશ બામણીયા સામે તહોમતનામું ઘડાયું.
 • નાફેડ ઉપર દોષનો ટોપલો ઢોળનારી સરકાર હવે નાફેડને મગફળી ખરીદવા માટે શા માટે વિનંતી કરે છે, મગફળી કૌભાંડમાં નૈતિકતા સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે.- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી
Categories: Daily News