20 Sep 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા વદ છઠ્ઠ

તા. ૨૦/૯/૨૦૧૯ શુક્રવાર

  • વૈશ્વિક સ્તરે મંદીની કોઈ સ્થિતિ નથી પણ વેપારમાં થઇ રહેલા ઘટાડો એ ચિંતાનું કારણ છે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે.- ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ
  • રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ આગામી રવિવારે લાઈસન્સ સહિતની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓટોમેટીક ગીયર કારથી લાઓસંસ ટેસ્ટ આપવાની મંજુરી આપવામાં આવશે.- વાહન વ્યવહાર અગર સચિવ સુનયના તોમર
  • અરે માર્શલ રાકેશકુમારસિંહ ભદોરિયા આગામી વાયુદળના વાળા બનશે. તેઓ બી.એસ.ધાનોયાનું સ્થાન લેશે.  ભદોરિયા ફ્રાંસ સાથેના 36 રાફેલના સોદા માટે નિમાયેલ ભારતીય દળનું નેતૃત્વ કર્યું હતું.
  • સ્વદેશી યુદ્ધ વિમાન તેજસમાં સરંક્ષણમંત્રી રાજનાથસિંહએ ઉડાન ભરી, રાજનાથસિંહ તેજ્સમાં ઉડાન ભરનાર દેશના પ્રથમ સંરક્ષણમંત્રી બન્યા છે.
  • અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરથી પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં 20 અને 21 સપ્ટેમ્બરે ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
  • રામમંદિરને લઈને દાવા કરનાર લોકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આકરા પ્રહાર કરતા કહ્યું છે કે દેશની સુપ્રીમકોર્ટ પર સંપૂર્ણપણે વિશ્વાસ છે, સુપ્રીમકોર્ટમાં અયોધ્યા કેસ મામલે સુનાવની ચાલી રહી છે ત્યારે જેમ તેમ નિવેદન કરવાની જરૂર નથી.
  • સંયુકત રાષ્ટ્રે કાશ્મીર મુદ્દે કોઈપણ પ્રકારની મધ્યસ્થતા કરવાનો ફરી ઇનકાર કર્યો, બંને દેશો પરસ્પર વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે.- સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરસ
  • દેશના 5G નેટવર્ક સોલ્યુશન માટે રિલાયન્સ જિયો અને ચીનની ટેલીકોમ કંપની અને અન્ય આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે.
  • વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ ‘ બુલેટ ટ્રેન’ પ્રોજેક્ટને ગુજરાત હાઈકોર્ટે ગ્રીન સિગ્નલ આપી છે. રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદન અંગેનિયા જાહેરનામાં સહિતણી કાર્યવાહીને હાઈકોર્ટે બંધારણીય અને કાયદેસર ઠેરવી છે.