વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ બારસ  

તા. ૨૦/૧૧/૨૦૧૮ મંગળવાર

 • સીબીઆઈના અધિકારીઓના ઝઘડાઓના રાજકીય કાવાદાવા અને કૌભાંડનો ઘટસ્ફોટ, બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીને અમદાવાદના વિપુલ નામના માંસ પાસેથી પૈસાની ચુકવણી કરાઈ હોવાનો ગંભીર આરોપ.
 • જાપાનની કાર ઉત્પાદક કંપની નિસાનના ચેરમેન કાર્લોસ ઘોનની નાણાંકીય ગેરરીતિના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
 • છતીસગઢમાં બીજા તબક્કાની ૧૯ જીલ્લાની 72 સીટો માટે આજે મતદાન યોજાશે, પ્રથમ ચરણમાં રેકોર્ડ મતદાન બાદ સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.
 • RBI બોર્ડની મીટીંગ ઘર્ષણ વિના પૂર્ણ, વધારાની અનામત સરકારને આપવા અંગે ઇકોનોમિક કેપિટલ ફેમવર્ક માટે નિષ્ણાંતોની સમિતિ બનાવવામાં આવશે.
 • ગુજરાતના પાટીદારોને અનામત મુદ્દે કમિશનનો અહેવાલ મળ્યા બાદ સરકાર તેના પર વિચારણા કરશે.- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
 • મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં ભારતીય બોક્સર સોનિયા ચહલ સામે હાર્યા બાદ બલ્ગેરિયાની ભૂતપૂર્વ ચેમ્પિયન પેટ્રોવા સ્ટાનીમિરાએ જજીસને ભ્રષ્ટ કહ્યા,તેના કોચ પીટર લેસોવને બાકી રહેલ ટુર્નામેન્ટમાં રિંગસાઈડમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ભારતના આઠ ખેલાડી આજે ક્વાર્ટર ફાઈનલ રમશે.
 • ભારતીય બેડમિન્ટન ખેલાડી અસ્મિતા ચાહીલાએ દુબઈ આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટુર્નામેન્ટ રમી અને ચેમ્પિયન બની છે.
 • મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ બીજી સેમી ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે રમશે.પ્રથમ સેમી ફાઈનલ વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટેલિયા વચ્ચે રમાશે.
 • રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત ‘ સયાજી રત્ન એવોર્ડ’ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને આજે એનાયત કરવામાં આવશે. આ અવોર્ડ સર સયાજીરાવ ગાયકવાડને શ્રદ્ધાંજલિ રૂપે વિશિષ્ઠ વ્યક્તિઓને આપવામાં આવે છે.
 • ગુજરાત કોંગ્રસનું 400 હોદ્દેદારોનું ચૂંટણીલક્ષી જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું, 22 ઉપપ્રમુખ, ૪૩ મહામંત્રી,169 સેક્રેટરી,11 પ્રવક્તા,48 એક્ઝીક્યુટીવ, 41 કાયમી અને 54 ખાસ આમંત્રિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 • સરકાર અને નાફેડ સાથે સમાધાન, આજથી નાફેડથી ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે.
 • કુદરતી આપત્તિ કે આકસ્મિક સંજોગોમાં હવાઈ સેવાને અસરકારક બનાવવા માટે દ્વારકામાં ઈમરજન્સી લેન્ડીંગ માટે એર-સ્ટ્રીપ બનાવવામાં આવશે, – કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા
 • પાસના સુરતના કન્વીનર અલ્પેશ કથીરિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ.
Categories: Daily News