વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ એકમ

તા. ૨૦.૦૨.૨૦૧૯ બુધવાર

  • પુલવામાં હુમલામાં આંતકી સંગઠન જૈશની કબૂલાત છતાં પાકિસ્તાને ભારત પાસે પુરાવા માગ્યા, ભારત હુમલો કરશે તો વળતો પ્રહાર કરવામાં આવશે.- પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન
  • પુલવામાં હુમલા મુદ્દે શ્રીનગરમાં સેના, સીઆરપીએફ અને પોલીસે પથ્થરબાજોને ચેતવણી આપતાં કહ્યું છે કે જે હાથમાં બંદૂક દેખાશે, હવે તેને મારી નાખીશું. એટલે કાશ્મીરની માતાઓને વિનંતી છે કે તમારા પુત્રોને સમજાવી લો અને જે ખોટા રસ્તે જતાં હોય તેમની શરણાગતિ કરાવી લો.
  • ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસની સુનાવણી અટકાવવાનો પાકીસ્તાનનો પ્રયાસ જો કે કોર્ટે તેની માગણી ફગાવી દીધી હતી.
  • કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓના ડીએ 9% થી વધીને 12% થયું છે. ત્રણ ટકાનો અમલ પહેલી જાન્યુઆરી 2019થી થશે.
  • લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારનું વચગાળાનું બજેટ રજુ કર્યું છે. લેખાનુદાનમાં ચાર મહિના માટે 40 જાહેરાત કરવામાં આવી છે.રાજ્ય સરકારે અનેક રાહતો ની જાહેરાત કરી છે. ‘ મા’ ,’ મા વાત્સલ્ય’માં રૂ. પાંચ લાખ સુધીની સારવાર મફત થશે.
  • ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓના ફિક્સપગારમાં જંગી વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
  • ચોથી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. ન્યુ સિવિલ હોસ્પિટલ, મેટ્રો ટ્રેન ફેઝ -1 વસ્ત્રાલ થી એપરલ પાર્ક ટ્રેનનું લોકાર્પણ કરશે.  
  •  ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) 2019 પ્રથમ બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, લોકસભાની જાહેરાત બાદ બાકી મેચોની તારીખો જાહેર થશે. ૨૩ માર્ચથી આઈપીએલ 2019ની શરૂઆત થશે.
  • તમિલનાડુમાં સત્તારૂઢ AIADMK એ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સાથે ગઢબંધન કર્યું છે. ભાજપા પાંચ બેઠકો લડશે.
Categories: Daily News