2 Sep 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ ભાદરવાસુદ ચોથ

તા. ૨/૯/૨૦૧૯ સોમવાર

  • અમેરિકન ટ્રમ્પ સરકારે 12500 કરોડ ડોલરની ચીની વસ્તુઓ પર 15% વધારાની ડયૂટી નાખી, જવાબી કાર્યવાહીમાં ચીને પણ અમેરિકાની ફ્રુડ ઓઈલ પર 5%વધારાની ડ્યુટી લાદી છે.
  •  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના ચાર રાજ્યમાં નવા ગવર્નરની નિમણૂકો કરી છે જેમાં કેરળમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયમંત્રી આરીફ મુહમ્મદખાન, રાજસ્થાનમાં કલરાજ મિશ્રા, હિમાચલપ્રદેશમાં બંગારૂ દત્તાત્રેય, તેલંગાણામાં ડો. તમિલસારી સુંદરરાજન અને મહારાષ્ટ્રમાં ભગતસિંહ કોશિયારી રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી છે.
  • માલદીવ સંસદમાં આયોજિત ચોથા દક્ષિણ એશિયા સ્પીકર સંમેલનમાં પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના સભ્યે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો  પણ તેમાં નિષ્ફળ રહ્યું હતું.
  • જમ્મુ કાશ્મીરના પુંચ જીલ્લામાં નિયંત્રણ રેખા નજીકની ભારતીય સેનાની ચોકીઓ પર પાકિસ્તાન સેનાએ ગોળીબાર કરતાં એક ભારતીય જવાન શહીદ થયા છે.
  • જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જરના કારણે કોઈ કર્મચારીની નોકરી નહિ જાય, દેશમાં કોઈપણ પ્રકારની આર્થિક મંદી હોવાનો નાણામંત્રી સીતારામને  ઇન્કાર કર્યો છે
  • ભારત અને વેસ્ટ ઇન્ડીઝની બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 117 રનમાં ઓલ આઉટ થતા ભારતને 299 રનની લીડ મળી. ભારતે બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવી 168 રણ કરી દાવ ડીકલેર કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ બીજા દાવમાં બે વિકેટ ગુમાવી 45 રણ કર્યા છે. જસપ્રીત બુમરાહને પ્રથમ દાવમાં હેટ્રિક ઝડપી 27 રણ આપી છ વિકેટ ઝડપી હતી.  ટેસ્ટમાં હેટ્રિક લેનાર ભારતનો ત્રીજો બોલર છે. આ અગાઉ 2001માં હરભજને ઓસ્ટેલિયા સામે અને 2006માં ઈરફાન પઠાણે પાકિસ્તાન સામે હેટ્રિક નોંધાવી હતી.
  • દિલ્લીમાં રાજ્ય સરકાર દ્વારા પોતાના ખર્ચે 7066 ચો.મી.ના વિશાલ વિસ્તારમાં નિર્માણ પામેલ ગરવી ગુજરાત  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થશે.
  • ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલ સુખરામ શિયાળે તેમની પત્ની સાથે ઝઘડો થતાં ગુસ્સામાં આવી ત્રણ દીકરાઓના ગળા કાપી હત્યા કરી પોલીસ સ્ટેશન હાજર થઇ હત્યા કબૂલ કરી.
  • સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, કુતિયાણામાં સાડાપાંચ ઇંચ, માણાવદરમાં ચાર ઇંચ, પોરબંદરમાં સાડાત્રણ ઇંચ, માતાના મઢમાં ત્રણ ઇંચ અને સૂત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.