2 Oct 2019 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ ચોથ

તા. ૨/૧૦/૨૦૧૯ બુધવાર

  • નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) વાસ્તવમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે છે અને તેને પશ્ચિમ બંગાળમાં પણ અમલી બનાવવામાં આવશે. તમામ હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.- ગૃહમંત્રી અમિત શાહ
  • સુપ્રીમકોર્ટે એસસી/એસટી એક્ટ હેઠળ ધરપકડની જોગવાઈ હળવી કરવા સંબંધિત ૨૦ માર્ચ ૨૦૧૮ના રોજ આપેલો ચુકાદો પાછો ખેંચી લીધો છે. હવે આ એક્ટ હેઠળના કેસોમાં આરોપીની તત્કાલ ધરપકડ થઇ શકે છે.
  • આજે મહાત્મા ગાંધીજીની 150 જન્મજયંતી ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે અને રીવરફ્રન્ટ ખાતે એક કાર્યક્રમમાં સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે.
  • મંગળ ગ્રહ માટે ઉડાન ભરનાર અમેરિકાની સ્પેશ એજન્સી નાસાએ રોકેટની માઇક્રોચિપ્સમાં તિરૂપતિ સ્થિત મંદિરના ભગવાન વૈકટેશ્વરનું નામ અંકિત કરશે. આ માઇક્રોચિપ્સને લાલ ગ્રહ માટે ઉડાન ભરનાર નાસાના મંગળ 2020ના રોવરમાં લગાડવામાં આવશે.
  • ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જીયમ પ્રવાસ પર સતત ચોથી જીત મેળવી, ચોથી મેચમાં બેલ્જીયમને ૨-૧થી પરાજિત કરી હતી.  બેલ્જીયમની સતત બીજી હાર છે.
  • રશિયાની મહિલા હાઈ જમ્પરમાં મારિયા લાસિત્સકિનીએ વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજો ગોલ્ડ જીત્યો છે.  મારિયા ચેમ્પીયનશીપમાં સતત ત્રણ ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી બની છે.
  • મહિલા વર્ગની 800 મીટર રેસમાં યુગાન્ડાણી હાલીમાન નાકાઈબે પ્રથમવાર ગોલ્ડ જીત્યો છે. આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર યુગાન્ડાણી પ્રથમ ખેલાડી છે.
  • દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય ક્રિકેટ ટીમ રમશે.
  • બાપુનગરના પીઆઈ એમ.કે.વ્યાસને ધમકી આપનાર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.