વિક્રમ સંવત ૨૦૭૫ માગશર વદ- બારસ

તા. ૨/૧/૨૦૧૯ બુધવાર

 • વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યું : રામમંદિર મુદ્દે વટહુકમ નહી, કાનૂની પ્રક્રિયા પછી જ રામમંદિર અંગે ફેસલો થશે. નોટબંધી ઝટકો હતો નહી કારણ કે કાળા નાણાં ધરાવનાર લોકોને અમે એક વર્ષ પહેલા ચેતવણી આપી હતી.
 • કોંગ્રેસમાં ગાંધી પરિવાર અંગે આકરી ટીકા કરતાં કહ્યું કે ચાર પેઢી શાસન કરનાર આજે જામીન પર ફરે છે.રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલ રાજીનામાં અંગે વડાપ્રધાન મોદીએ અંગે રાજીનામાં અંગે તેમને કોઈ દબાણ હતું નહી,પરંતુ અગાઉ રાજીનામાં આપવાની વાત કરી હતી.
 • બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને લેખક કાદરખાનનું લાંબી માંદગી બાદ કેનેડામાં 81 વર્ષની વયે અવસાન થયું છે. અંતિમવિધિ પણ કેનેડા ખાતે જ કરવામાં આવશે.
 • ઉત્તર કોરીયાના નેતા કિમ જોંગ ઉને ધમકી આપી છે કે જો અમેરિકા પ્રતિબંધ દ્વારા દબાણ કરવાનું ચાલુ રાખશે તો ઉત્તર કોરિયા પોતાનું વલણ બદલવા મજબૂર બની શકે છે.
 • મોદીના ટીકાકાર અને દક્ષિણ ભારતની ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજ 2019 લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
 • જામનગર શહેરના આર્થિક ભીંસના કારણે બે માસૂમ બાળકો સહીત પાંચ સભ્યો ધરાવતો વેપારી પરિવારે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. પરિવાર માતાની બીમારીના ખર્ચાથી આર્થિક તાણ અનુભવતો હતો.
 • પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસમાં સુસાઈડ નોટમાં ડીવાયએસપી એનપી.પટેલ હેરાન કરતાં હોવાનો ઉલ્લેખ, પરિવારજનોએ કહ્યું કે ‘ જ્યાં સુધી FIR ન થાય ત્યાં સુધી આપઘાત કરનાર PSI દેવેન્દ્રસિંહની અંતિમવિધિ નહિ કરાય.પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.
 • બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમની સમીક્ષા બેઠકમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ આર્થિક સહાયમાં વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખથી વધારી 4.50 લાખ કરવામાં આવી છે. વિદેશ જવા માટે લોન લેવા પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4.50 લાખથી વધારી રૂ 6 લાખ કરવામાં આવી છે.
 • એઈમ્સ હોસ્પિટલ વડોદરા ને જ મળે તે માટે આઠ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. એઈમ્સ હોસ્પિટલ માટે વડોદરા વધુ અનુકુળ છે.
 • ટી20 વર્લ્ડકપ 2020માં રમાનાર માટે અફઘાનિસ્તાનને સીધો પ્રવેશ મળ્યો જ્યારે બાંગ્લાદેશ અને ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકા સીધો પ્રવેશ મેળવવામાં નિષફળ રહ્યા છે.
 • ભારત અને ઓસ્ટેલિયા વચ્ચે આવતીકાલે ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે. ભારત પાસે ઓસ્ટેલિયામાં પ્રથમ વખત સિરીઝ અને ત્રણ ટેસ્ટ જીતવાની તક છે. ભારત 2-1 ની સરસાઈ ધરાવે છે.
Categories: Daily News