વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ તેરસ

તા. ૨/૨/૨૦૧૯ શનિવાર

  • લોકસભાની ચૂંટણી પહેલાનું વચગાળાનું બજેટ ચૂંટણીલક્ષી રહ્યું છે. રૂ. પાંચ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ હવે ટેક્સ પર સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે.
  • બે હેક્ટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને દર વર્ષે છ હજાર આપવામાં આવશે. સરંક્ષણ ક્ષેત્રે રૂ. ૩,05,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • કેન્દ્ર સરકારે બજેટમાં ગૌમાતાની સુરક્ષા અને ગાયોના સંવર્ધન માટે મહત્વકાંક્ષી રાષ્ટ્રીય કામધેનું આયોગની સ્થાપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે રૂ. 750 કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  • સરકાર દ્વારા બજેટમાં ગ્રેચ્યુયિટીની મર્યાદા દસ લાખથી વધારી ત્રીસ લાખ કરવામાં આવી છે. આમ પગારદારોને પાંચ વર્ષ બાદ નોકરી છોડવા દરમિયાન  ગ્રેચ્યુયિટીનો લાભ મળશે.બજેટમાં રેલવેને 1.58 લાખ કરોડની વિક્રમી ફાળવણી કરી છે.
  • આગામી પાંચ વર્ષમાં દેશ ભરમાં એક લાખ ડીજીટલ વિલેજ બનાવવાની સરકારનું આયોજન વિચારાધીન છે.
  • દેશનો ઘણા કેસોમાં વોન્ટેડ આંતરરાષ્ટ્રીય ગુનેગાર ડોન રવિ પૂજારીની પશ્ચિમ આફ્રિકન દેશના સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી છે.
  • વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં આયોજિત ધર્મસંસદમા આક્રોશ, ધર્મસંસદમાં ભાગવતના ભાષણ દરમિયાન સંતોનો હોબાળો, મંદિર માટે તારીખનું એલાન કરો સૂત્રોચ્ચાર થયા.
  • કોંગ્રેસના પ્રદેશ નેતાઓથી નારાજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની દિલ્લીમાં પ્રભારી રાજીવ સાતવ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી.
  • રાજ્યસભામાં એહમદ પટેલની જીતને પડકારતી રિટની ટ્રાયલ દરમિયાન કેટલાક અત્યંત જરૂરી દસ્તાવેજો ફાઈલમાંથી ગુમાં થતાં હાઈકોર્ટે તપાસના હુકમ આપ્યો.
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો અંતિમ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થતાં 2-1 થી ભારતે સિરીઝ જીતી છે. 200 વનડે રમનારી મિતાલી રાજ પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.  
Categories: Daily News