વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદ દશમ

તા. ૦૨/૧૨/૨૦૧૮ રવિવાર

  • ભારતીય બેન્કોને હજારો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ નાસી જનાર આર્થિક ગુનેગારો પર લગામ મુકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 દેશો પાસે સહયોગની માગણી કરી.
  • સોવિયેત સંઘના ભાગલા કરાવનાર અમેરિકાના પૂરબ પ્રમુખ જ્યોર્જ એચ. ડબ્લ્યુ 94 વર્ષની વયે નિધન થયું છે. તેમને કુવૈતમાંથી સદમ હુસૈનને હટાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • સરંક્ષણ મંત્રાલયે રૂ. ૩૦૦૦ કરોડના શસ્ત્ર-સરંજામણી ખરીદીને મંજુરી આપી. અર્જુન ટેન્કો માટે એવીઆર્સ અને નેવી માટે બ્રહ્મોસણી ખરીદી કરવામાં આવશે.
  • રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં મુંબઈને નવ વિકેટથી હરાવી ગુજરાતે મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ વખત પરાજય આપી ઈતિહાસ રચ્યો. મુંબઈને ચાર વખત હરાવનાર ગુજરાત પ્રથમ ટીમ છે.
  • વર્લ્ડકપ હોકીમાં ભારતીય હોકી ટીમનો મુકાબલો આજે બેલ્જ્યમ સામે થશે. ભારત આ મેચ જીતશે તો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે.
  • ભ્રષ્ટ્રાચાર વિરોધી અધિકારી લોકપાલની નિયુક્તિ નહિ કરવામાં આવે તો 30 જાન્યુઆરીથી સામાજિક કાર્યકર અન્ના જહાર ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે.
  • અમદાવાદ શહેરની વધુ 9 અને રાજકોટની મૂંજકા અને ગાંધીનગરણી સરગાસણ ટીપી સ્કીમને રાજ્ય સરકારે મંજુરી આપી છે.
  • કામરેજના પાટડીમાં સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રણેતા અને યોગ ગુરૂ પ્રદીપ દિલીપભાઈ જોત્કીયા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેઓ લોકોને માનસિક તણાવમુક્ત કરતા હતા.
  • જસદણ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર સોમવારે જાહેર કરશે. સોમવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપાના ઉમેદવાર કુંવરજી બાવળીયા છે.
Categories: Daily News