વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણવદ બારસ                 

તા. ૨.૪.૨૦૧૯ મંગળવાર

  • જમ્મુ કાશ્મીરમાં પુંચ સરહદે અંકુશ રેખા પર ચોકીઓ અને રહેણાંક વિસ્તારો પર પાકિસ્તાનનો તોપમારો, બીએસએફ અધિકારી શહીદ, પાંચ જવાન સહીત 10 ને ઈજા.
  • જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં એક એકાઉન્ટરમાં ચાર આતંકી ઠાર, સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા છે.
  • ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનૈઝેશન (ઈસરો)એ પીએસએલવી સી-45 રોકેટ દ્વારા જાસૂસી ઉપગ્રહ સાથે 29 વિદેશી સેટેલાઈટ લોન્ચ કર્યા છે.
  • સબસીડી વિનાના ગેસના રાંધણ ગેસ સિલીન્ડરણા ભાવમાં પાંચ રૂપિયાનો વધારો, મહિનામાં 47 રૂપિયા વધ્યા, સિલિન્ડરનો ભાવ રૂ. 706 થયો છે.
  •  બિહારમાં આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવના બે પુત્ર તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે લોકસભાની સીટ વહેંચણી બાબતે તકરાર વધી છે.
  • ભારતીય શૂટર્સ તાઈપેઈ ખાતે રમાયેલી 12મી એશિયન એરગન ચેમ્પિયનશીપના અંતિમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ સાથે ટુર્નામેન્ટમાં 16 ગોલ્ડમેડલ સાથે કુલ 25 મેડલ જીત્યા છે.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંજાબે દિલ્લી કેપિટલ્સને 14 રનથી હરાવ્યું, ડેવિડ મિલરના 43 રન તથા સેમ કરને ચાર વિકેટ ઝડપી હતી.
  • ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે અમરેલીમાં પરેશ ધાનાણી, ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ તથા ભરૂચમાં અહેમદ પટેલને ઉતારે તેવી શક્યતાઓ છે.
  • લોકસભાની ચૂંટણી લડવા દોષમુક્ત કરવાના મામલે હાર્દિકની સુપ્રીમકોર્ટમાં અરજી કરી. આજે આ અંગે સુનાવણી થશે.
  • રાજ્યની તમામ શાળાઓમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 10 જુનથી શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.

તાલાલા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને સુપ્રીમકોર્ટની રાહત, તાલાલાની વિધાનસભાની પેટાચૂંટણી પર સુપ્રીમકોર્ટની મનાઈ ફરમાવી છે.

Categories: Daily News