19 Sep 2019 Thursday

સવંત ૨૦૭૫ ભાદરવા સુદ પાંચમ

તા. ૧૯/૯/૨૦૧૯ ગુરૂવાર

  • ગુજરાત સરકારે દ્વિચકી વાહન ચાલકોને 15 ઓક્ટોબર સુધી હેલ્મેટ પહેરવામાંથી અને વાહનોને પીયુસી સર્ટીફીકેટના અમલમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. નવા 900 પીયુસી સેન્ટર આગામી દસ દિવસમાં શરૂ કરવામાં આવશે.
  • પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જર્મનીના રસ્તેથી આગળ વધનારી આગામી અમેરિકા યાત્રા માટે ઉડાન કરવા પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવા દેવાની ભારતની વિનંતીને પાકિસ્તાને ઠુકરાવી દીધી છે.
  • સુપ્રીમકોર્ટે આગામી 18 ઓક્ટોબર સુધી રામમંદિર-બાબરી મસ્જીદ જમીન વિવાદ અંગેની સુનાવણી માટેની અંતિમ તારીખ નક્કી કરી છે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં આખરી ચુકાદો નવેમ્બર માસમાં જ આવી જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે.
  • કેન્દ્ર સરકારે રેલ્વે કર્મચારીઓ માટે 78 દિવસનું પ્રોડકટીવ બોનસ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈ-સિગારેટ અને ઈ – હુક્કા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની પણ જાહેરાત કરી છે.
  • બીજા રાજ્યના SC /STણી વ્યક્તિ પર ગુજરાતમાં જુલમ થાય તો પણ એટ્રોસિટીનો કાયદો લાગુ પડે છે- હાઈકોર્ટ. મૂળ રાજસ્થાનના ST વુક્તિની હત્યાના કેસમાં અમદાવાદનો આરોપીની આગોતરી જામીન અરજી રદ કરતાં હાઈકોર્ટનો ચુકાદો  જસ્ટીસ ઉમેશ ત્રિવેદીનો ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે.
  • પોસ્ટ ગ્રેજ્યુએશન મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પી.જી. નીટની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મેડીકલ માટે પાંચમી જાન્યુઆરી 2020 અને ડેન્ટલ માટે 20 ડીસેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે.
  • ભારતની દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી20 મેચમાં ભારતની સાત  વિકેટથી વિજય થયો છે. દક્ષિણ આફ્રિકાના 149 રનના જવાબમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી 151 રન કર્યા હતા. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ અણનમ 72 રન કર્યા હતા.
  • ભારતીય રેસલર વર્લ્ડ મેન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં અમિત પાંઘલે 52 કિલો કેટેગરી અને મનીષ કૌષીએ 63 કિલો કેટેગરીની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
  • ભારતીય રેસલર વીનેશ ફોગટ ટોકિયો ઓલમ્પિક માટે કવોલિફાયર થનાર પ્રથમ  ભારતીય રેસલર છે. જ્યારે પૂજા ઢાં ડા પાસે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનવાની તક છે.
  • રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટે પહેલી ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન રજીસ્ટ્રેશનણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
  • ગુજ્સ્કોટ દ્વારા આયોજિત રૂરલ આઈટી કવીઝમાં સ્પર્ધાની ફાઈનલમાં જામનગરની માનવ અને કવનની જોડી વિજેતા જાહેર થઇ છે.