વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ પૂનમ

તા. ૧૯.૦૨.૨૦૧૯ મંગળવાર

  • પુલવામાના 14 ફેબ્રુઆરીએ CRPFના 40 જવાનોનો શહીદ કરવામાં જેનો હાથ હતો તે આંતકવાદી માસ્ટર માઈન્ડ કામરાન ઉર્ફે ગાજી સહીત ત્રણ આંતકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. આ અથડામણમાં મેજર સહીત પાંચ ભારતીય જવાન શહીદ થયા છે.
  • ભારતે આઇસીજેમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનો બચાવ કર્યો હતો. જાધવને મોતની સજા રદ કરીને તાકીદે છોડી મુકવાની માગણી કરી હતી. ભારતીય નાગરીકને બચાવવા આઇસીજેમાં ભારતની પાકિસ્તાન સામે ધારદાર દલીલો કરી હતી.
  • મહારાષ્ટ્રમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે ભાજપા અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકો પૈકી 25 ભાજપા અને 23 શિવસેના ચૂંટણી લડશે તથા વિધાનસભાની ચૂંટણી બંને પક્ષો સરખી બેઠકો પર લડશે.
  • જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને શાર્પશૂટરની મુલાકાત સુરજીત ભાઉએ કરાવી હતી. ધરપકડ કરાયેલ બંને શાર્પશૂટરને 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
  • પંજાબમાં કોંગ્રેસી નેતા નવજોતસિંહ સિંધૂના પુલવામાં ખાતેના આંતકી નિવેદન બાબતે કરેલી ટીપ્પણી બદલ લોકોમાં રોષ,વિધાનસભામાંથી પણ કોંગ્રેસના નેતાની માગણી કરવામાં આવી છે.  
  • પુલવામામાં ભીષણ આંતકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ સંભવિત આંતકવાદ હુમલાનો ખતરો હોવાની ઈન્ટેલીજન્સના ઈનપુટના અહેવાલ બાદ સાવચેતીના પગલાં લેવામો આવ્યા છે.
  • સમગ્ર દેશમાં કોઈપણ આકસ્મિક- તત્કાલીન સેવાઓ માટે હવે એક જ નંબર-112 ડાયલ કરવાનો રહેશે. પ્રથમ તબક્કે નવરચિત સાત જીલ્લામાં 112 હેલ્પલાઇન સેવાનો અમલ 19 ફેબ્રુઆરીથી અમલ શરૂ થઇ ગયો છે.
Categories: Daily News