વિક્રમ સંવત ૨૦૭૫ માગસરસુદ અગિયારસ    

તા. ૧૯/૧૨/૨૦૧૮ બુધવાર

  • કોંગ્રેસે ત્રણ રાજ્યોના ખેડૂતોના દેવા માફ કરવાથી ભાજપે આસામમાં આઠ લાખ ખેડૂતોનું 600 કરોડ એટલે કે 25% દેવું માફ કર્યું છે. ઓડીશામાં પણ ભાજપ જીતશે તો ખેડૂતોનું દેવું માફ કરવાની ભાજપાની જાહેરાત કરી.
  • ગુજરાતમાં પણ જસદણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાત સરકારે વીજચોરીના 625 કરોડ માફ કરવાની જાહેરાત કરી છે. બે માસ સુધી વીજબીલ માફી યોજના ચાલુ રહેશે.
  • જમ્મુ કાશ્મીર થી રાજસ્થાન સુધી સહિતલહેર, કારગીલમાં માઈનસ 15.8, જ્યારે સીકરમાં માઈનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
  • સીબીઆઈના વચગાળાના ડીરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી છે તેઓ 1986ની બેચના ઓડીશા કેડરના આઈપીએસ અધિકારી છે.
  • વર્ષ 1984માં શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત જાહેર થયેલ સજ્જનકુમારે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
  • IPL ટી20 ક્રિકેટની 12 મી સિઝન માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી યોજાઈ, ભારતનો એક પણ મેચ ન રમનાર વરૂણ ચક્રવર્તી સૌથી મોંઘો 8.4. કરોડમાં ખરીદવામાં આવ્યો છે. ગુજરાતના અક્ષર પટેલ દિલ્લીએ અને મોહિત શર્માને ચેન્નઈએ પાંચ કરોડ રૂપિયામાં ખરીદયા છે.
  • ઓસ્ટેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારત 140 રનમાં જ આઉટ થતાં ઓસ્ટેલિયાનો 146 રનથી વિજય થયો. ટેસ્ટ સિરીઝ 1-1 થી બરાબર થઇ છે.
Categories: Daily News