18 Sep 2019 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ ચોથ

તા. ૧૮/૯/૨૦૧૯ બુધવાર

  • વડાપ્રધાન નારેન્દ્ર મોદીની વર્ષગાંઠણી અનોખી ઉજવણી કરી, નર્મદાના નીરના વધામણા કરી વડાપ્રધાને મહાઆરતી કરી હતી. કેવડીયા કોલોની માં નમામી ડેવિ નર્મદે કાર્યક્રમમાં જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં બજેટ પછી સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલે લીટરે અનુક્રમે 14 પૈસા અને 15 પૈસાનો વધારો થયો છે.
  • પાકિસ્તાન હસ્તક કાશ્મીર (POK) ભારતનો હિસ્સો અને અધિકાર છે તે એક દિવસ તેના પર આપણો ફીઝીકલ અધિકારક્ષેત્ર આવી જશે.- વિદેશમંત્રી એસ. જયશંકર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ‘ ગ્લોબલ ગોલકીપર ‘ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ વર્ષ ૨૦૧૮-૧૯ પીએફના વ્યાજદર 8.65% નક્કી કરવામાં આવ્યો છે. પીએફ ખાતા પર અત્યારે 8.55% વ્યાજ આપી મળી રહ્યું છે.
  • ભારતને  સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબરથી ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવશે.
  • દેશમાં બનેલી DRDOએ હવાથી હવામાં પ્રહાર કરતી ‘ અસ્ત્ર ‘ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. સુખોઈ-30 MKI યુદ્ધ વિમાનની સાથે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ 70 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે.
  • શારદા ચીફ ફંડ કૌભાંડમાં પૂછપરછથી બચવાનો પ્રયાસ કરનાર કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારને શોધવા માટે SBI એ વિશેષ ટીમ બનાવી છે.
  • બોલીવુડની અભિનેત્રી નીના ગુપ્તાને ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ બેગલુરૂમાં ‘ ધ લાસ્ટ કલર’ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ‘ ધ લાસ્ટ લાકર’ ભારતની વિધવા મહિલાઓ પર આધારિત ફિલ્મ છે.
  • રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીના છ વિધાયકો કોંગ્રેસમાં સામેલ થયા છે. કોંગ્રેસનું સંખ્યાબળ વધીને 118 નું થયું છે.
  • આજે મોહાલી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ રમાશે. પ્રથમ ટી20 મેચ વરસાદને કારણે રદ થઇ હતી.
  • એશિયન ગોલ્ડ મેડાલીસ્ટ અમિત પાંઘલે 52 કિલો વર્ગમાં, મનીષ કોશીકે 63 કિલો વર્ગમાં અને સંજીત 91 કિલો વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ મેન્સ બોક્સિંગ ચેમ્પીયનશીપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.