18 Oct 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોવદ ચોથ

તા.૧૮/૧૦/૨૦૧૯ શુક્રવાર

  • અયોધ્યા ટાઈટલ વિવાદને સેટલમેન્ટની  એક નવી દરખાસ્ત મધ્યસ્થી પેનલ દ્વારા સુપ્રીમકોર્ટમાં રજૂ કરવામાં આવી છે. અયોધ્યાની વિવાદી જમીન છોડવા મુસ્લિમોએ શરતી દરખાસ્ત રજુ કરી.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાનાર ધો-10 અને 12ની તમામ પરીક્ષા ફીમાં 10%નો વધારો કર્યો છે. નિયમિત અભ્યાસ કરતાં વિધાર્થી ધો-10માં રૂ.૩૫૫, ધો-12 સામાન્યપ્રવાહમાં રૂ.૪૯૦વિજ્ઞાનપ્રવાહમાં રૂ. 605 કરવામાં આવી છે.
  • ભારત- બાંગ્લાદેશ ણી બંગાળની સરહદે બાંગ્લાદેશના સૈનિકોએ ગોળીબાર કરતાં બીએસએફનો એક જવાન શહીદ થયો અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
  • રાજ્ય સરકારે ખેડૂતોને પાક વીમા વળતરની રકમ ચૂકવવામાં વિલંબ કરનારી એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને છેવટે બ્લેક લીસ્ટ કરી છે.
  • અમેરિકાની ધમકી બાદ મેક્સિકોના માઈગ્રેશન અધિકારીઓએ 311 ભારતીયોને પાચા મોકલી દીધા છે. તેમના પર આરોપ છે કે તેઓ ગેરકાયદેસર મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરી કરે છે.
  • રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 40 ઉધોગપતિ અને ૧૦ટઃઈ વધુ સરકારી અધિકારીઓ ૧૯ ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના છ દિવસના પ્રવાસે જશે. મુખ્યમંત્રી ત્યાં સરદાર પટેલણી પ્રતિમાનું અનાવરણ કરશે.
  • ભારતીય સૈન્ય શક્તિ વધારવાના હેતુથી સ્વદેશી હોવીત્ઝર ટોપ ધનુષ સેનામાં સામેલ કરવામાં આવ્યું છે. તેની માર્ક ક્ષમતા 40 કી.મી. છે.
  • સાઉદી અરેબિયાના મદીનામાં ચાર્ટડ બસ ભારે  વાહન સાથે અથડાતા એશિયાઈ દેશોના નાગરીકો સહીત 35 ઓકોના મોત થયા છે.