વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ તેરસ          

તા. ૧૮/૨/૨૦૧૯ સોમવાર

  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ પર આંતકી હુમલા મામલે સરકાર એકશનમાં આવી, કાશ્મીરના પાંચ અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.પુલવામા હુમલા બાદ કટ્ટરપંથીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
  • પઠાનકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ અને જૈસે એ મસૂદ  અઝહરે પાકની આર્મી હોસ્પીટલમાંથી જ પુલવામા હુમલાનો આદેશ આપ્યો હતો.
  • હેગ ખાતે પીસ પેલેસમાં આવેલી આંતરાષ્ટ્રીય કોર્ટ (ICJ) કુલભૂષણ જાધવ મામલે 18 થી 21 ફેબ્રુઆરી સુધી  ઓપન સુનાવણી કરશે.
  • સર્જીકલ સ્ટ્રાઈકના ડરથી એલઓસી નજીક પાકિસ્તાને ખાલી કરાવ્યા આંતકી અડ્ડાઓ, તમામ ત્રાસવાદીઓને અન્યત્ર શિફ્ટ કરી લીધા હોવાના અહેવાલ છે.
  • ફિલ્મી દુનિયા બાદ રાજનીતિમાં એન્ટ્રી કરીને તમામને ચોંકાવી દેનાર સુપરસ્ટાર રજનીકાંતે આગામી લોકસભાની ચૂંટણી નહિ લડવાની ઘોષણા કરી છે.
  • જયંતિ ભાનુશાળી હત્યાકાંડ મામલે બે શાર્પશૂટર નાટકીય રીતે પકડાયા, રૂ. ૩૦ લાખમાં સોપારી આપી છબીલ પટેલે પાંચ લાખ આપ્યાની કબૂલાત કરી.
  • શાહપુર નાગોરીવાદમાં શનિવારે રાતે થયેલા પથ્થરમારામાં બે પોલીસ કારમી ઘાયલ થયા, 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
  • બીસીસીઆઈ બોર્ડના કાર્યકારી પ્રમુખ સીકે ખન્નાએ વહીવટી સમિતિને પત્ર લખી પુલવામા  આંતકી હુમલામાં શહીદ થયેલ પરિવારજનોને પાંચ કરોડ મદદ અપીલ કરી છે.
  • આજથી વિધાનસભાનું પાંચ દિવસીય સત્ર મળશે, પ્રથમ દિવસે શહીદ જવાનોને શ્રધ્ધાજંલી અપાયા બાદ બેઠક મુલતવી રહેશે. મંગળવારે લેખાનુદાન.
Categories: Daily News