વિક્રમ સંવત ૨૦૭૫ માગસરસુદ અગિયારસ

તા. ૧૮/૧૨/૨૦૧૮ મંગળવાર

  • મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છતીસગઢમાં ભૂપેશ બઘેલે મુખ્યમંત્રી તરીકે શપધ લીધા. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવા અંગે ચૂંટણીમાં આપેલું તાત્કાલિક અસરથી પાળી બતાવ્યું. મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ખેડૂતોના દેવા માફ કર્યા.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ્સને રૂ. 10,000 કરોડનું પેકેજ આપ્યું, બંને દેશોએ વિઝા ફેસિલિટેશન સહીત ચાર સંધિઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
  • પાકિસ્તાને ભારતીય નાગરિક હામીદ નિહાલ અંસારીને છ વર્ષ બાદ મુક્ત કર્યો છે.
  • જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ, 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.
  • ફિક્કીના નવા પ્રમુખ તરીકે સંદીપ સોમાની અને ઉપપ્રમુખ તરીકે સંગીતા રેડ્ડી ચૂંટાયા છે.
  • વર્ષ 1984માં શીખ વિરોધી રમખાણોના કેસમાં કોંગ્રેસી સજ્જનકુમારને દિલ્લી હાઈકોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. અન્ય ત્રણ આરોપીઓને આજીવન કારાવાસની સજા થઇ છે.
  • પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત અરૂણ ભાદુરીનું લાંબી માંદગી બાદ 75 વર્ષની વયે અવસાન થયું છે.
  • LDR પેપર લીકમાં વધુ બે આરોપીની નામ જાહેર થયા છે. નરોડાનો સુરેશ પંડ્યા ‘ પેપરકાંડ’ માં ગળાડૂબ આરોપી તરીકે ઉપસી આવ્યો છે.
  • ઓસ્ટેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારતને પરાજયનું જોખમ, ઓસ્ટેલિયાએ આપેલ 287 રનના ટારગેટ સામે ભારતે પાંચ વિકેટ ગુમાવી 112 રન કર્યા છે.
Categories: Daily News