17 Sep 2019 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા વદ ત્રીજ

તા. ૧૭/૯/૨૦૧૯ મંગળવાર

  • જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર વહીવટી તંત્રને નિર્દેશ, કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવો, જરૂર પડશે તો હું કાશ્મીરની મુલાકાત લઈશ.- ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ
  • અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ૨૨ સપ્ટેમ્બર આયોજિત ‘ હાઉડી મોદી’ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીણી સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેલ થશે. ભારતીય સમુદાયના પચાસ હજારથી વધુ લોકોને વડાપ્રધાન મોદી સંબોધન કરશે.
  • સાઉદી અરેબિયાના બે સૌથી મોટા ઓઈલ પ્લાન્ટ પટ ડ્રોન હુમલાને પગલે વિશ્વમાં ક્રુડ ઓઈલના સપ્લાયમાં ઘટાડાના પગલે વૈશ્વિક ક્રુડ ઓઈલ માર્કેટમાં ભડકો થયો છે. 1991ના ખાડી યુદ્ધ પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે.
  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠકો અંગે સમંતિ સધાઈ છે. બંને પક્ષો 125-125 બેઠકો લડશે જ્યારે 38 બેઠકો સહયોગીદળોને આપવામાં આવશે.
  • ઉત્તરપ્રદેશમાં ઓબીસી ણી 17 જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવવા રાજ્ય સરકારના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટે રોક લગાવી છે. હાઈકોર્તેમાં એક સામાજિક કાર્યકર ગોરખપ્રસાદણી અરજીણી સુનાવણી પછી રોક લગાવી છે.
  • ITTF એશિયન ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરૂષ ટીમે થાઈલેન્ડને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
  • વેસ્ટ ઇન્ડીઝનો સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઈલ ટી20 મેચોમાં 13000 રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
  • રાજ્ય સરકારે પહેલી ઓક્ટોબરથી નોન જ્યુડિશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અને નાગરિકોને ડીજીટલ સ્ટેમ્પિંગ સુવિધાનો ઉપયોગ અમલી બનશે.
  • લાઈસન્સ રીન્યૂ કરવા માટેની મુદત પાંચ વર્ષની બદલે એક વર્ષ કરી દેતાં અમદાવાદ શહેરમાં જ પાંચ લાખ લાઈસન્સ ધારકોને નવા લાઈસન્સ કઢાવવા પડશે. આ અંગે વિવિધ સંગઠનોએ મુદત વધારવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે.