17 Oct 2019 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોવદ ચોથ

તા.૧૭/૧૦/૨૦૧૯ ગુરૂવાર

  • સુપ્રીમકોર્ટમાં 40 દિવસ ચાલેલી અયોધ્યા કેસની મેરેથોન સુનાવણી સંપન્ન થઇ, CJI રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુન્ની પક્ષ વિવાદી જમીન શરતોને આધીન છોડવા તૈયાર થયું છે.
  • અયોધ્યા મામલામાં સુનાવણી ચાલી રહેલ હતી ત્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીઅવ ધાવણ દ્વારા નકશો ફાડી નાખતાં ભારે હોબાળો થયો હતો. ધવને કહ્યું કે ચીફ જસ્ટીસ ગોગોઈની ઈચ્છાથી નકશાને ફાડી નાખવામાં આવ્યો હતો.
  • અયોધ્યા કેસના ચુકાદા પહેલા ઉત્તરપ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 ડીસેમ્બર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. 30મી નવેમ્બર સુધી બધાજ સરકારી અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.
  • પાકિસ્તાનને FATF તરફથી કોઈ રાહત મળી નથી, ફેબ્રુઆરી 2020 સુધી ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોની મોટી સફળતા, ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા, સર્ચ ઓપરેશન હાલમાં મોટાપાયે જારી છે. ઠાર થયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારોનો જથ્થો કબજે કર્યો છે.
  • બિન –સચિવાલય સંવર્ગની રદ થયેલ પરીક્ષા ૧૭ નવેમ્બરે  યોજાશે. અગાઉ જે યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. સ્નાતક લાયકાતના નિર્ણયને લઇ પરીક્ષા રદ કરી હતી તે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.
  • ધાંગધ્રા નજીક પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા આરોપી હિતુભા ઝાલાને ભગાડવામાં અન્ય ચાર શખ્સોના નામ ખૂલ્યા છે.