16 Oct 2019 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોવદ ત્રીજ

તા. ૧૬/૧૦/૨૦૧૯ બુધવાર

  • એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)દ્વારા NCPના નેતા પ્રફુલ્લ પટેલને દાઉદના સાગરિત ઇકબાલ મિર્ચી સાથેના કથિત જમીન સોદાના કેસમાં તેમ જ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે.
  • વિશ્વબેંક પછી હવે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ( IMF)એ પણ ભારતની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. IMF એ ભારતના GDP ગ્રોથ રેટ 7.25 થી  ઘટાડી 6.1 ટકા કર્યો છે.
  • ઇન્કમ ટેક્ષ વિભાગે અમદાવાદમાં જમીન દલાલો અને ફાઇનાન્સરોને ત્યાં 18 જગ્યાએ દરોડા પાડ્યા જેમાં સાત કરોડ રોકડા અને ઝવેરાત કબજે કરી.  
  • ગુજરાત સરકારે એસટી વિભાગના કર્મચારીઓના ફિક્સ વેતનમાં 16 ઓક્ટોબરથી બમણો વધારો કર્યો છે. આનાથી સરકાર પર 92.40 કરોડનું ભારણ વધશે.
  • રાજ્યની શાળાઓના દિવાળી વેકેશન 24 ઓક્ટોબરથી 1૩ નવેમ્બર સુધી રહેશે. 14 નવેમ્બરથી રાબેતા મુજબ બીજું સત્ર શરૂ થશે.
  • વર્લ્ડટી20 મેચમાં ઓસ્ટેલિયા મહિલા અને પુરૂષ ટીમો માટે સમાન પ્રાઈઝમની રાખનાર પ્રથમ દેશ બન્યો છે.
  • બુકર પ્રાઈઝ વર્ષ 2019માં માર્ગારેટ એડવુડ અને બર્નાડીન એવરીસ્ત્રોનને સંયુકત વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
  • INX મીડિયા લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની ધરપકડ માટે ઇડીને કોર્ટની પરવાનગી મળી.
  • લોકસભાની મહત્વની અખિલ ભારતીય સમિતિમાં રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી છે.
  • રાજ્યભરમાં ડેન્ગ્યુંનો હાહાકાર, રાજ્યમાં ડેન્ગ્યુને કરને 12 લોકોના મોત થયા છે. અનેક તબીબો પણ ડેન્ગ્યુમાં સપડાયા છે, ડેન્ગ્યુની ચિંતાજનક સ્થિતિ થતાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું અને ટીમો દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.