વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ નોમ          

તા. ૧૫.૩.૨૦૧૯ શુક્રવાર

  • મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશને રેલવે સ્ટેશન અને આઝાદ મેદાનનો જોડતો ‘ કસાબ બ્રિજ’ પુલનો એક ભાગ ધરાશાયી થતાં પાંચ લોકોના મોત, 34થી વધુ લોકો ઘાયલ થયા છે.
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ડીપ્લોમેટસ દ્વારા ચીનને આતંકી મસૂદ મામલે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના માર્ગમાં અવરોધ બનશે તો તે તેના પર એક્શન લેવા મજબૂર થઇ શકે છે.
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સૂચનાથી ગ્રામ્ય વિકાસના કામ માટે શારદા મજૂર કામદાર સહકારી મંડળીને અપાયેલા કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ઘટનામાં કલેકટર અને ઓડીટર જનરલના અહેવાલમાં પણ કામ નહિ થયાનો ઘટસ્ફોટ થયો છે.
  • ગાંધી પરિવારના વિશ્વાસુ મનાતા કેરળ કોંગ્રેસના મોટા નેતા વડક્ક્મ ભાજપામાં જોડાઈ ગયા છે.
  • રાજ્ય ઉચ્ચત્તર અને માધ્યમિક શાળાના શિક્ષકોના મંડળ દ્વારા શિક્ષકોને ધો-૧૦ અને ૧૨ની ઉત્તરવહી ચકાસણીની કામગીરીમાં જોડાઈ જવા સૂચના આપવાનો આદેશ કર્યો છે.
  • જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર ‘ છબીલ પટેલ’ ની ન્યૂયોર્કથી બેસી અમદાવાદ એરપોર્ટ ઉપર SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
  • બાબરાના  કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસી પાટીદાર નેતા  લાઠી- બાબરાના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા ભાજપામાં સામેલ થયા છે.
  • ગાંધીનગર લોકસભાની સીટ પર ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડાવવા ભાજપના નેતાઓની વ્યૂહ રચના છે.
Categories: Daily News