14 Oct 2019 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોવદ એકમ

તા. ૧૪/૧૦/૨૦૧૯ સોમવાર

  • ભારતે પૂણેણી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને એક ઇનિંગ અને 137 રનથી પરાજય આપી સીરીઝ 2-0થી અજેય સરસાઈ મેળવી છે. ઘર અંગને સતત 11 શ્રેણી જીતવાનો ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને તેમના ધર્મપત્નીએ મહાવીર જૈન આરાધના કેન્દ્ર, જ્ઞાનમંદિર મંદિર  કોબાની મુલાકાત લઇ રાષ્ટ્ર સંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.
  • ઉર્દૂ ગુજરાતી ગઝલકાર ખલીલ ધનતેજવીને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
  • વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય બોક્સર મંજુ રાણીનો ફાઈનલમાં રશિયન બોક્સર એક્તેરીના પાલ સેવા સામે પરાજય થતાં તેને સિલ્વર મેડલથી સંતુષ્ટ થવું પડ્યું છે.
  • જાપાનમાં ભયાનક તોફાન હેગિબીસે ભારે વિનાશ વેર્યો, 26થી વધુ લોકોના મોત થતાં, વાવાઝોડાના કારણે લગભગ 74 લાખથી વધુ લોકોને અસર થઇ છે.
  • ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોશિયેશનના પ્રમુખપદે પરિમલ નથવાણીણી વરણી કરવામાં આવી છે.
  • હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરાણી જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના તમામ જીલ્લામાં આધુનિક હોસ્પીટલનું નિર્માણ, ખેડૂતોને ત્રણ લાખ સુધી વિના વ્યાજની પાક્લોન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • બિન સચિવાલય ક્લાર્કણી પરીક્ષા રદ કરવામાં આવતાં આવતી કાલે 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા દરેક જીલ્લા મથકે દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો છે.