વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ આઠમ         

તા. ૧૪.૩.૨૦૧૯ ગુરૂવાર

  • સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રયાસો પર ચીને વીટો વાપરીને ઉડાવી દેતાં ભારતને વધુ એક વાર ફટકો પડયો છે. જૈશનો વડો બીમાર અને નિષ્ક્રિય હોવાનું બહાનું આગળ ધરીને ચીને મસૂદને બચાવ્યો.
  • જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની અંકુશ રેખા પર પાકિસ્તાનના બે લડાકુ વિમાનો અંકુશરેખાની અત્યંત નજીક દેખાતાં ભારતીય વાયુદળ અંકુશ રેખા પર હાઈએલર્ટ રહેતાં ઘૂસણખોરીનો પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા હતા.
  • રાફેલ ફાઈટર વિમાન્નોના ખરીદીના કેસમાં રાફેલ દસ્તાવેજોની ચોરી દેશના સાર્વભૌમત્વ સાથે છેડછાડ – સુપ્રીમકોર્ટમાં કેન્દ્ર સરકારે નવું સોગંધનામુ રજુ કર્યું છે.
  • ઓસ્ટેલિયા સામેની પાંચમી અને અંતિમ વનડે મેચ ભારત 35 રને પરાજય થતાં વનડે શ્રેણી ૩-2થી ગુમાવી, ભારત ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડે શ્રેણી હાર્યું છે.
  • 38મી ગુજરાત ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપ ગુજરાતમાં સૌપ્રથમ ISSF માન્ય રેન્જ પર ટ્રેપ શૂટિંગ સ્પર્ધા ગાંધીનગરના વલાદ ખાતે શરૂ થી છે.
  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની ભીમ આર્મીના વડા ચંદ્રશેખર સાથે મુલાકાત થતાં રાજકીય અટકળો તેજ બની છે. ભીમ આર્મી ઉત્તરપ્રદેશમાં દલિતોમાં ખૂબ જ લોકપ્રિય છે. કોંગ્રેસ ભીમસેના સાથે ગઠબંધન કરે તેવી સંભવાના છે.
  • ભાજપાના પ્રદેશ નિરીક્ષકો આજથી ત્રણ દિવસ સુધી 26 મત વિસ્તારમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે કાર્યકરોનો મત લેવામાં આવશે.
Categories: Daily News