13 Sep 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ ચૌદશ

તા. ૧૩/૯/૨૦૧૯ શુક્રવાર

  • મોટર વ્હીકલ એક્ટ અતર્ગત પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કરેલા આકરા ટ્રાફિક દંડ સામે દેશના તમામ રાજ્યોમાં વ્યાપક વિરોધ. ભાજપ શાસિત રાજ્યો પણ ગુજરાત રાજ્યની જેમ ટ્રાફિક ભંગ બદલ દંડની રકમમાં ઘટાડાની જાહેરાત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ભાજપે અમલ મોકૂફ રાખ્યો છે.
  • ઝારખંડના રાંચી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે એક મહત્વકાંક્ષી ‘ કિસાન પેન્શન યોજનાનો આરંભ કરાવ્યો. આ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના ખેડૂતોને 60 વર્ષણી વય થાય ત્યારે  તેમને માસિક રૂ. 3000 પેન્શન મળશે.
  • આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના મુઝફ્ફરાબાદમાં ઈમરાનખાનની રેલી યોજાવવાની છે તો બીજી બાજુ ભારતે POKમાં ઘૂસવાની સેનાની ચેતવણી આપતાં કહ્યું છે કે POKમાં સૈન્ય કાર્યવાહી કરવી કે નહિ તે નિર્ણય સરકારે કરવાનો છે.- ભારતીય સેના
  • ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા ચૂંટણી પંચને બીએલઓની કામગીરી અન્યને સોપવાની રજુઆતના પગલે ચૂંટણીપંચે આ કામગીરી અન્ય વિભાગના કર્મચારીઓને સોપવાનો આદેશ કર્યો છે.
  • સ્વામીનારાયણ સંપ્રદાયના સંત વિવેકસ્વરૂપદાસજીએ કલાકારો તો દારૂ પીએ સતેજ પર પ્રોગ્રામ કરતા હોય છે એવો વિડીયો વાયરલ થતાં સરધાર ખાતેથી અપાતાં રત્નાકર એવોર્ડ તમામ કલાકારોએ એવોર્ડ તથા રોકડ રકમ પરત કરી. કલાકારોનો વ્યાપક વિરોધ થતાં વિવેકસ્વરૂપદાસજીએ માફી માગી.
  • ઓસ્ટ્રેલીયન મહિલા ક્રિકેટર અને ઝડપી બોલર મેગન શ્વટે ટી20માં બીજી વખત હેટ્રિક લેનાર પ્રથમ મહિલા બની છે. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમાયેલ મેચમાં 24 રન આપી ત્રણ વિકેટ ઝડપી છે. આ અગાઉ 2018માં ભારત વિરુદ્ધ પણ હેટ્રિક નોંધાવી હતી.
  • દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ઓપનીંગ કરશે ટીમમાં જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, રિષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું છે.
  • ભારતમાં ગેરકાયદે લોકો માટેનું પ્રથમ ડિટેન્ષન સેન્ટર આસામના ગોલ્પાલ જીલાલમાં સાત ફોટબોલ મેદાનોની સાઈઝનું બનશે.
  • ગુજરાત સરકારે વાહન ચાલકો માટે પીયુસી સર્ટી લેવાની મુદત વધારીને 30 સપ્ટેમ્બર તથા HSRP લગાવવાની મુદત 16 ઓક્ટોમ્બર સુધી લંબાવી છે.