13 Oct 2019 Sunday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ પૂનમ    

તા. ૧3/૧૦/૨૦૧૯ રવિવાર

  • જાપાનમાં 62 વર્ષના સૌથી શક્તિશાળી ‘ હગિબીસ’ વાવાઝોડું 24 કલાકમાં પ્રશાંત તટે ત્રાટકવાની દહેશત, 42 લાખને સલામત સ્થળે ખસેડાયા છે. સત્તર હજારથી વધુ સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે.
  • જમ્મુ કાશ્મીરના શ્રીનગરણી હરિસિંહ હાઈસ્ટ્રીટ માર્કેટમાં આતંકીઓનો ગ્રેનેડથી હુમલો, 16 થી વધુ લોકો ઘાયલ થયા છે.
  • દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 275 રન કર્યા છે. દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન કે. મહારાજ સૌથી વધુ 72 રન કર્યા હતા. ભારત વતી સૌથી વધુ ચાર વિકેટ આર. અશ્વિનને ઝડપી હતી. યાદવે ત્રણ અને મો.શામીએ બે વિકેટ ઝડપી  હતી.
  • વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં એમ.સી.મેરીકોમનો પરાજય થતાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. . ભારતની અન્ય બે મહિલા બોકસરો પણ મુકાબલો થશે.
  • ભારતીય બોકસર મંજુરા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મંજુરા પ્રથમ વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ફાઈનલમાં પહોંચનારી 18 વર્ષમાં પ્રથમ ભારતીય છે.
  • કેન્યાના ઇલિયડ કિપચોગે બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનારો વિશ્વનો પ્રથમ દોડવીર બન્યો છે.
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 20 ઓક્ટોબરે લેવાનાર બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની રદ કરવામાં આવી છે. ભરતી નિયમમાં સુધારો કરી ઉમેદવાર સ્નાતક હોય તે જ પરીક્ષા આપી શકશે. ભરતી પ્રક્રિયા ફરી શરૂ થી શકે છે.