વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ સાતમ        

તા. ૧૩.૩.૨૦૧૯ બુધવાર

  • અમદાવાદમાં મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીબી બેઠક બાદ અડાલજમાં જન સંકલ્પ રેલીની પ્રચંડ મેદનીને રાહુલ ગાંધીનું સંબોધન નફરતની રાજનીતિ ખતમ કરવામાં આવશે.
  • કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીનું પ્રથમ સંબોધન -ગાંધીજીની વિચારધારા સામે સત્તામાં બેઠેલા કેટલાક લોકો દેશને નબળો પાડવાનું કામ કરી રહ્યા છે.મતદારો માટે વોટ એ જ હથિયાર, જાગૃતિ એ જ સાચી દેશભક્તિ છે.
  • 12 માર્ચના દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે રાજ્યમાં 58 વર્ષ બાદ યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક દરમિયાન ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં કોંગી નેતાઓ જોડાયા હતા.
  • ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસના કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલે દિલ્લીની એક કોર્ટમાં દાવો કર્યો કે CBIના પૂર્વ સ્પેશિયલ ડીરેક્ટર રાકેશ અસ્થાનાએ મારું જીવન નરક બનાવી દેવાની ધમકી આપી હતી.  
  • અડાલજની સભા દરમિયાન હાર્દિક પટેલ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અન્ય વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓની હાજરી હાર્દિકને રાહુલ ગાંધીએ ખેસ પહેરાવી  કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે.
  • છ મહિનામાં જ બોઇંગ-737 મેક્સ-8ણા બે વિમાનો તૂટી પડવાને પગલે ભારત સહીત અનેક દેશોએ આ વિમાનના વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે.
  • બહુજન સમાજવાદી પાર્ટી લોકસભાની ચૂંટણી માટે કોઈ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરે.- બસપાના વડા માયાવતી
  •  આજે ઓસ્ટેલિયા સામે ભારતની પાંચમી અને અંતિમ વનડે મેચ નવી દિલ્લીમાં રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે વનડે સિરીઝ જીતવામાં સફળતા મળશે. ભારત અને ઓસ્ટેલિયા 2-2 ની સિરીઝ બરાબર પર છે.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની પરીક્ષામાં ગણિતનું પેપર સરળ પણ ભૂલના કારણે વિદ્યાથીઓને ત્રણ ગુણનું નુકસાન થશે.
Categories: Daily News