વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ સાતમ        

તા. ૧૩/૧/૨૦૧૯ રવિવાર

  • ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા બુઆ-બબુઆનું ઐતિહાસિક ગઠબંધન, એસપી અને બીએસપી 38 -38 બેઠકો પર ચૂંટણી લડશે, બે સીટ નાના પક્ષો માટે જ્યારે રાયબરેલી અને અમેઠી માં બંને પક્ષો પોતાના ઉમેદવાર ઉભા નહી રાખે.
  • ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉત્તરપ્રદેશના મહાગઠબંધનની ભાજપે ટીકા કરતાં કહ્યું કે લોકોએ સ્થિરતા અને અસ્થિરતા વચ્ચે પસંદગી કરવાની છે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આવકાર્યું છે.
  • અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ વર્લ્ડ બેન્કની પ્રમુખ બને તેવી સંભાવના છે. ઇવાન્કા હાલમાં વ્હાઈટ હાઉસની સલાહકાર છે.
  • અમેરિકાની પ્રથમ મહિલા હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડે આગામી વર્ષે યોજાનાર પ્રમુખપદની ચૂંટણી લડશે. આગામી સપ્તાહે ઔપચારિક જાહેરાત કરે તેવી સંભાવના છે.
  • સીબીઆઈ કેસમાં આલોકવર્માને ડીરેક્ટરપદેથી ખસેડવા મામલે સુપ્રીમકોર્ટના પૂર્વ જસ્ટીસ એ.કે.પટનાયકે જણાવ્યું કે વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પેનલે ઉતાવળિયો નિર્ણય લઈને વર્માની ટ્રાન્સફર કરવામાં આવી હતી.
  • સામાન્ય વર્ગના આર્થિક નબળા વર્ગ માટે 10% અનામત બીલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજુરી મળી, હવે તે કાયદો બની ગયું છે.
  • ઓસ્ટેલિયા સામેની પ્રથમ વન ડે મેચમાં ભારતનો 34 રને પરાજય થયો છે. રોહિત શર્માના આક્રમક 133 રન બનાવ્યા છે. મેન ઓફ ધ મેચ રીચાર્ડસનને ચાર વિકેટ ઝડપી છે.
  •  વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા વિદેશી મહેમાનોને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લઇ જવાશે, રાષ્ટ્રપ્રમુખો માટે હેલીકોપ્ટરની સુવિધા પૂરી પાડવામાં આવશે.
  • ભાજપના માજી ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં દુષ્કર્મ કેસના સમાધાનનો છેલ્લો 50 લાખનો હપ્તો ન ચૂકવાતા ભાનુશાલીની હત્યાની શંકા.
Categories: Daily News