વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ આઠમ                        

તા.૧૩.૪.૨૦૧૯ શનિવાર

  • આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વખતે 300થી વધુ મતદાન કેન્દ્રો પર ઇલેક્ટ્રિક વોટીંગ મશીનોમાં ખરાબી સર્જાઈ, મોડીરાત સુધી મતદાન ચાલ્યું હતું.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ‘ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડુ ધ અપોસ્ટલ’ થી સન્માનિત કરશે.
  • રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડનું ‘ ગુપ્ત દાન’ જાહેર કરવું પડશે, ઇલેક્ટ્રોરલ બોન્ડ થકી દાનની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા સુપ્રીમકોર્ટનો નિર્દેશ. ૩૦ મેં સુધીમાં તમામ વિગતો ચૂંટણીપંચને સીલ બંધ કવરમાં આપી દેવાની રહેશે.
  • PG મેડીકલના વિધાર્થીઓ પાસેથી ગામડામાં સર્વિસની ગેરંટી પેટે લેવાતાં બોન્ડ ગેરવાજબી છે.- હાઈકોર્ટ સરકારી ઠરાવને હાઈકોર્ટે અન્યાયી, વિવેક વિનાનો અને બંધારણથી વિપરીત ગણાવી રદ કર્યો.
  •  IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શેખર ધવનની ધમાકેદાર બેટિંગથી દિલ્લી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. શેખર ધવન અણનમ 97 રન કર્યા હતા.
  • ભારતીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી પી વી સિંધૂએ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીફાઈનલમાં સિંધૂ કટ્ટર હરીફ જાપાનની ઓકુહારા સામે ટકરાશે.
  • દ્રારકા વિધાનસભા બેઠકની વર્ષ 2017ની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટે રદબાતલ ઠેરવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રબુભા માણેકની ક્ષતિપૂર્ણ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનો રીટર્નીગ ઓફિસરનો નિર્ણય ગેરકાયદેસર હતો.- હાઈકોર્ટ કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાની ઈલેક્શન પિટીશન ગ્રાહ્ય પણ વિજેતા જાહેર ન કર્યા.
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 15મી પછીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર, રાહુલ ગાંધી 18 અને 20 એપ્રિલ પણ ગુજરાતમાં ચૂંટણી સભાઓ સંબોધન કરશે.
Categories: Daily News