12 Oct 2019 Saturday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ ચૌદશ  

તા. ૧૨/૧૦/૨૦૧૯ શનિવાર

  • ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈથી 57 કિ.મી. દૂર મહાબલીપુરમમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. અનૌપચારિક શિખર સંમેલનમાં ભારત અને ચીનના સંબંધોના ઉચ્ચસ્ત્તરીય મજબૂત કરશે.- વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમાર
  • ઈથોપિયાના વડાપ્રધાન અલી અહેમદ અલીને વર્ષ 2019નું નોબલ શાંતિ પારિતોષિક એનાયત કરવામાં આવશે. તેમણે આ પ્રીઝ પાડોશી દેશ ઈરીત્રીયા સાથે ૨૨ વર્ષથી ચાલતા સરહદ વિવાદ ઉકેલવા બદલ આ એવોર્ડ એનાયત થશે.
  • કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ગુજરાતમાં પાંચ જીલ્લા નર્મદા, નવસારી, પોરબંદર સહીત પાંચ નવી મેડીકલ કોલેજોને મંજુરી આપવામાં આવશે.
  • બદનક્ષીના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા. કોર્ટે દસ હજારના જામીન આપ્યા. કાયમી ધોરણે કોર્ટમાંથી મુક્તિની અરજી પર સાતમી ડિસેમ્બરે સુનાવણી થશે.
  • દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ભારતે પાંચ વિકેટ ગુમાવી 601 રન કરી દાવ ડીકલેર કર્યો હતો. વિરાટ કોહલીએ શાનદાર અણનમ 254 રન કર્યા હતા. રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ ત્રણ વિકેટ ગુમાવી 36 રન કર્યા છે.
  • હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. 24 કલાકમાં ખેડૂતોના દેવા માફ, 300 યુનિટ મફત વીજળી તથા મહિલાઓને સરકારી નોકરીમાં 33% અનામતની જાહેરાત કરી છે.
  • ગુજરાત સરકારે ક્લીન એન્ડ ગ્રીન ગુજરાતના ભાગરૂપે સીએનજીના 214 નવા સ્ટેશનો કાર્યરત થયા. હાલમાં 557 સ્ટેશનો કાર્યરત છે.
  • રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને 21 થી 23 ઓક્ટોબર દરમ્યાન પગારની ચુકવણી કરવાનો નિર્ણય કર્યો છે.
  • આજે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં એમ.સી.મેરીકોમનો મુકાબલો થશે. ભારતની અન્ય બે મહિલા બોકસરો પણ મુકાબલો થશે.