વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ છઠ્ઠ         

તા. ૧૨.૩.૨૦૧૯ મંગળવાર

  • RBIએ નોટબંધીનો વિરોધ કરી વર્તમાન ગવર્નર શક્તિકાન્ત દાસે પણ ‘ નોટબંધી’ને ‘ નકામી’ ગણાવી સરકારને ચેતવણી આપી હતી.- RTIમાં ખુલાસો થયો છે.
  • જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલાનો માસ્ટર માઈન્ડ જૈસે-એ- મોહમ્મદનો આતંકવાદી મુદસ્સીર અહેમદ દક્ષિણ કાશ્મીરના ત્રોલમાં થયેલ એનકાઉન્ટરમાં ઠાર મરાયો છે. 21 દિવસમાં 18 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.  
  • આગામી 23 એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી હવે 26 એપ્રિલના રોજ લેવામાં આવશે.
  • ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ કહ્યું છે કે દેશભક્તિ કોઈ એક પાર્ટીનો ‘ ઈજારો’ નથી અને ખોટી રીતે લોકોને ફક્ત એટલા માટે  ‘ રાષ્ટ્રવિરોધી’ કહેવા કે રાજકીય વિરોધી છે. એ અભિવ્યક્તિની આઝાદીના હનન સિવાય કશુંય નથી.
  • ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસી ધારાસભ્યોનો ભાજપામાં જવાનો સિલસિલો યથાવત, કોંગ્રેસના જામનગરના ધારાસભ્ય- ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.
  • તાલાલાની બેઠક પરની પેટા ચૂંટણી જાહેર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોંગ્રેસ ભગાભાઈ બારડે ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરવાના સ્પીકરના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે.
  • અમદાવાદમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જન સંકલ્પ રેલીને સંબોધન કરી ચૂંટણીનું રણશિંગું ફૂંકશે.
Categories: Daily News