વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ સાતમ    

તા. ૧૨/૨/૨૦૧૯ મંગળવાર

  • ઉત્તરપ્રદેશના સક્રિય રાજકારણમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની એન્ટ્રી, 15 કિલોમીટર લાંબા રોડ શોમાં લાખો કાર્યકરો અને સમર્થકો ઉમટયા. ‘ ઇન્દિરા ઈઝ બેક’ જેવા સૂત્રોચ્ચારો અને પોસ્ટરોથી ગૂંજ્યા, યુપીમાં ‘ મરી પરવાયેલી ‘ કોંગ્રેસમાં અંતે જીવ રેડાયો.
  • કેન્દ્ર સરકારના નાગરિકત્વ વિધેયકનો વિવાદમાં વધુ ઘેરો બન્યો છે. આસામના વિખ્યાત ગાયક સ્વ. ભૂપિન હજારીકાના પુત્ર તેજ હજારીકાએ હાલમાંજ જ જાહેર કરાયેલ સર્વોચ્ય સન્માન ‘ ભારત રત્ન’ પરત કરવાનો નિર્ણય લીધો છે.
  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ખાસ રાજ્યના દરજ્જાની માંગ સાથે  દિલ્લીમાં એક દિવસ માટે ભૂખ હડતાળ કરી હતી.ભૂખ હડતાલમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સમર્થન આપ્યું હતું.
  • રાજસ્થાનમાં પાંચ ટકા અનામતને લઈને ગુર્જર આંદોલન ઉગ્ર બન્યું, અનેક સ્થળોએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાઈવે-રેલ્વે ટ્રેક ઉપર નાકાબંધીથી સેવાઓને માઠી અસર થઇ છે.
  • શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં CBSEની જેમ માર્ચ-2020થી ધો-10ની ગણિતની બે લેવલ (ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝીક)ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • રાજ્યમાં ‘ પાટીદાર અનામત આંદોલન’ સમયે આંદોલનકારીઓ પરના કેસો પાછા ખેંચવા સહીતની તમામ માગણીઓ રાજ્ય સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ પાટીદાર અનામત આંદોલન અગ્રણી દિનેશ બાંભણીયા આપ્યું છે.  
  • એચ.કે આર્ટસ કોલેજમાં યોજાનાર વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે વડગામના ધારાસભ્ય અને આજ કોલેજના પૂર્વ વિધાર્થી જીજ્ઞેશ મેવાણીને ઉપસ્થિત રાખવા બાબતે વિધાર્થીનેતાઓની ધમકીથી ટ્રસ્ટીઓએ હોલ આપવા ઇનકાર કરતાં  કોલેજના આચાર્ય અને ઉપાચાર્યએ રાજીનામું આપ્યું છે.
  • રાજ્યમાં ઠંડીના મોજાની સાથે સાથે સ્વાઈન ફ્લૂ પણ વકર્યો, એક જ દિવસમાં રાજ્યમાં વધુ 91ને સ્વાઈન ફ્લૂ પોઝીટીવ, સૌથી વધુ કેસ 35 અમદાવાદમાં નોંધાયા છે. 567 દર્દીઓ સારવાર હેઠળ છે.   
Categories: Daily News