વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ છઠ્ઠ       

તા. ૧૨/૧/૨૦૧૯ શનિવાર

  • હાઈપાવર્ડ સિલેકશન કમિટી દ્વારા સીબીઆઈના ડીરેક્ટર પદેથી આલોક વર્માને દૂર કરી ફાયર સર્વિસના ડીરેકટરમાં બદલી કરવાના એક દિવસ બાદ આલોકવર્માએ રાજીનામું આપ્યું છે.
  • ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટી  વચ્ચે ગઠબંધન અંગે આજે વિધિવત જાહેરાત થાય તેવી સંભાવના છે.
  • હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 17 જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે.
  • ભારતીય ક્રિકેટર ઓપનર લોકેશ રાહુલ અને ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા ચેટ શો વિવાદ મામલે ભારતીય ટીમમાંથી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  •  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાનાર ધો-10 અને 12 ની પરીક્ષામાં મોબાઈલ, કેલકયુલેટર સાથે પરીક્ષા આપતો વિદ્યાર્થી પકડાશે તો સીધો પોલીસ કેસ થશે. અને દોષિત વિદ્યાર્થીને ત્રણ વર્ષ પરીક્ષામાં પણ નહી બેસવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • ‘ શેપીંગ અ ન્યૂ ઇન્ડીયા’ થીમ પર યોજાશે ગુજરાત વાયબ્રન્ટ સમિટ આગામી ૧૮ જાન્યુઆરીથી યોજવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી SVP હોસ્પિટલ, શોપિંગ ફેસ્ટીવલ, ગ્લોબલ ટ્રેડ શો અને વાઈબ્રન્ટ સમિટનું ભવ્ય ઉદ્દઘાટન કરશે.
  • ભાજપાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે ત્રણ શંકાસ્પદ સંકજામાં, હત્યા નજીકના લોકોએ જ કરી હોવાનું મનાય છે.
Categories: Daily News