વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ સાતમ                       

તા.૧૨.૪.૨૦૧૯ શુક્રવાર

  • લોકસભાની પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો માટેનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે. આંધ્રપ્રદેશમાં રાજકીય કાર્યકરો બાખડતાં ત્રણ લોકોના મોત. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં સૌથી વધુ મતદાન 81% જેટલું મતદાન નોંધાયું.
  • ચૂંટણીપંચે તત્કાલ અસરથી વડાપ્રધાન નરેન્દ્રમોદી માટેના નમો ટીવી પરથી પ્રસારિત થતી રાજકીય કન્ટેન્ટને અટકાવી દેવાનો આદેશ કર્યો છે.
  • કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક માટે ઉમેદવારી ફોર્મ ફર્યું તથા સ્મૃતિ ઈરાની કોંગ્રેસના ગઢ અમેઠીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો છેલ્લા બોલે વિજય મેળવ્યો હતો. ચેન્નાઈનો ચાર વિકેટથી વિજય થયો હતો.
  • કોલંબો ખાતે રમાયેલ એશિયન યુથ ચેસ ચેમ્પિયનમાં ભારતે બે ગોલ્ડ સહીત આઠ મેડલ જીતી ટેલીમાં ત્રીજા ક્રમે રહ્યું હતું.
  • પબ્જી ગેમ પર પ્રતિબંધ યથાવત, હાઈકોર્ટે રીટ ફગાવતાં કહ્યું કે આ જાહેરહિતનો કેસ નથી. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને પ્રતિબંધના સરકારના નિર્ણયને પડકાર્યો હતો.
  • અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યા કેસમાં SITને કચ્છના મોટા માથા ગણાતા જયંતિ ઠક્કરની ધરપકડ કરી છે.
  • રાજ્યની ડિગ્રી એન્જીનીયરીંગ, ડિગ્રી ફાર્મસી તથા ડીપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનાર ગુજકેટ પરીક્ષા 26 એપ્રિલે યોજાશે. ટૂંક સમયમાં બોર્ડની વેબસાઈટ પર ગુજકેટની હોલ ટીકીટ મુકવામાં આવશે.
Categories: Daily News