11 Sep 2019 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ તેરસ

તા. ૧૧/૯/૨૦૧૯ બુધવાર

  • કેન્દ્ર સરકાર દ્વારા વાહન અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડની જોગવાઈ સામે રાજ્ય સરકારે આંશિક રાહત જાહેર કરી. કેન્દ્રના નવા કાયદાઓનો રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી અમલ થશે.
  • ગુજરાત હાઈકોર્ટના નવા ન્યાયમૂર્તિ તરીકે ન્યાયાધીશ વિક્રમનાથ ને રાજ્યપાલ આચાર્ય દેવદત્તે શપથ લેવડાવ્યા.
  • જે.કે ટાયર દેશની સૌપ્રથમ સ્માર્ટ ટાયર ટેકનોલોજી ટ્રીલ વિકસાવી છે. કંપની આ ટેકનોલોજી ડેવલોપ કરવામાં પાંચ વર્ષ લાગ્યા હતા તેમ કંપની મેનેજર ગોગી કપૂરે જણાવ્યું હતું.
  • અમેરીના ફલોરિડાના ફેડરલ જજ તરીકે ભારતીય મૂળના અનુરાગ સિંઘલ નોમીનેટ થયા છે. સિંઘલ ફલોરિડા જજ તરીકે નોમીનેટ થનાર ભારત અમેરિકન ભારતીય છે.
  • જમ્મુ કાશ્મીર ભારતીય રાજ્ય હોવાનું ખુદ પાકિસ્તાનના વિદેશમંત્રીએ જીનીવામાં સંબોધન દરમિયાન સ્વીકારી લીધું છે.
  • તેલંગાણાણી પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે ટી. સૌદરાજન સૌથી નાની ઉંમરના (58 વર્ષ) રાજ્યપાલ બન્યા છે, જ્યારે સૌથી વધુ ઉંમરના રાજ્યપાલ આંધ્રપ્રદેશના રાજ્યપાલ બી.બી.હરિચંદ્ર (85 વર્ષ)ના બન્યા છે.
  • મોરારીબાપુના નીલકંઠ વિશે કહેલા વિવાદિત નિવેદન મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે સમાધાન થયું.
  • મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આગામી 15 થી 20 ઓક્ટોબર દરમ્યાન યોજાશે. ભાજપા અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી.
  • ભારત અને દક્ષિણ આફિક્રા વચ્ચે 15 સપ્ટેમ્બરથી ટી20 સીરીઝ તથા બીજી ઓક્ટોબરથી ટ્રામ મેચોની ટેસ્ટ સીરીઝ યોજાશે.
  • દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લાના ઉમરપાડામાં આભ ફાટ્યું, 12 કલાકમાં 14 ઇંચ વરસાદ થયો, અમદાવાદમાં પણ પાંચ ઇંચ વરસાદ થતો જીનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે.