11 Oct 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ તેરસ  

તા. ૧૧/૧૦/૨૦૧૯ શુક્રવાર

  • તેજસ ટ્રેનને ખાનગી સોંપ્યા પછી કેન્દ્ર સરકારે ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત કરી દીધી છે. દેશની 150 ટ્રેનો અને 50 રેલ્વે સ્ટેશન ખાનગી કંપનીઓને સોંપવાનો નિર્ણય કરી દીધો છે.
  • ભારતીય વિજ્ઞાનીઓએ ‘ પ્લાસ્ટિક ખાનાર’ જીવાણું (બેક્ટેરિયા)શોધી કાઢ્યા છે. ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડા સ્થિત કાદવ કીચડવાળી જમીનથી બે પ્રકારના બેક્ટેરિયા શોધી કાઢ્યા છે.
  • પોલીશ લેખિકા ઓલ્ગા તોકારઝૂકને 2018નું સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક એનાયત કરવાનું જાહેર થયું, જ્યારે ઓસ્ટ્રિયન લેખડ પીટર હૈડકેને વર્ષ 2019 નું સાહિત્ય નોબલ એનાયત કરવામાં આવશે. ઓલ્ગાને જીવનના કેટલાક માહિતીપ્રદ ઉન્માદોના રસપ્રદ આલેખન માટે નોબલ અપાયું છે. જ્યારે હૈડકેને માનવીય અનુભવને ભાષાકીય ચાર્તુય સાથે સાહિત્યમાં ઉતારવા બદલ નોબલ એનાયત થશે.
  • ભારતે પૂર્વોત્તર સિરિયામાં તૂર્કી દ્વારા સૈન્ય કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે અને કહ્યું છે કે સીરિયાના સાર્વભૌમત્વ અને અખંડીતતાને જોખમમાં ન મુકવા જોઈએ.
  • કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર રંગટેએ સદરની કાર્યવાહી દરમિયાન મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્પીકરના આ નિર્ણયથી જોરદાર વિરોધ થયો છે.
  • ભારતીય ઓપનર મયંક અગ્રવાલની દક્ષિણ આફ્રિકા સામેની સળંગ બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી છે. પ્રથમ દિવસના અંતે ભારતે ત્રણ વિકેટ ગુમાવી 273 રન કર્યા છે. ભારતે ફરીથી મજબૂત શરૂઆત કરી છે.
  • ભારતીય બોક્સર મેરીકોમ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આઠ મેડલ જીતનારી વિશ્વની પ્રથમ બોકસર બની છે. 51 કિલોગ્રામ કેટેગરીમાં સેમીફૈનાલમાં પહોંચીને મેડલ પાક્કો કરી દીધો છે.
  • વૃષ્ટિ અને શિવમ દસ દિવસ બાદ ઉત્તરભારતમાંથી ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યા છે. અને તે બંનેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવવા રવાના થયા છે.