11 Nov 2019 Monday

વિક્રમ સવંત ૨૦૭૬ કારતકસુદ ચૌદશ    

તા. ૧૧/૧૧/૨૦૧૯ સોમવાર

 • અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ માટે સંત સમાજે  25 માર્ચ 2020 અને બીજી એપ્રિલ 2020 એમ બે તારીખો આપી છે. આ અંગે મંદિર નિર્માણ ટ્રસ્ટ તારીખ નક્કી કરશે.
 • અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદા બાદ દેશમાં શાંતિ અને સુલેહની સ્થિતિ યથવાત જળવાઈ રહે તે માટે સંતો અને ધર્મગુરૂ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે બેઠક કરી.
 • દેશમાં ચૂંટણી નિયમોના કડકાઈથી અમલ કરવા માટે જાણીતા માજી ચૂંટણી અધિકારી ટી.એન.શેષનનું 87 વર્ષની વયે ચેન્નાઈમાં અવસાન થયું  છે. તેઓ દેશના 10માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 1990 થી 1995 સુધી પદ પર રહ્યા હતા. તેમણે ચૂંટણી ઓળખપત્રની  શરૂઆત કરી હતી.
 • મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ઇન્કાર કર્યો, હવે સરકાર રચવા રાજ્યપાલે શિવસેનાને આમંત્રણ આપ્યું છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો જ સરકાર બનવાની શક્યતાઓ છે.
 •  વર્ષ 1986 બેચના અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્ર રાજ્યના નવા મુખ્ય સચિવ બનશે. તેઓ જે.એન.સિંહનું સ્થાન લેશે.
 • બાંગ્લાદેશ  સામેની ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારતનો 30 રનથી વિજય થતાં સિરીઝ 2-1 થી વિજય થયો છે. મેચમાં દીપક ચાહરે માત્ર ૩.2 ઓવરમાં હેટ્રિક સાથે સાત રન  આપી છ વિકેટ ઝડપી હતી. ટી20 મેચમાં હેટ્રિક લેનાર દીપક ચાહરે ભારતનો પ્રથમ બોલર છે.
 • કતારમાં ચાલી રહેલ 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝીશન ઇવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ બ્રોન્ઝ મેડલ જીતી ઓલિમ્પિક કવોટા મેળવ્યો. વર્ષ 2020માં યોજાનાર ઓલિમ્પિકમાં સૌથી વધુ 15 ક્વોટા ભારતે મેળવી ચૂક્યા છે.
 • ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્મા સૌથી નાની વયે અડધી સદી ફટકારનાર ખેલાડી બની છે. શેફાલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં 29 બોલમાં 73 રન કરી સચિનનો રેકોર્ડ તોડ્યો છે.
 • ક્રિકેટ ઇતિહાસમાં ભારતે ટેસ્ટમાં સૌપ્રથમ હેટ્રિક ઝડપનાર હરભજનસિંહે વર્ષ 2001માં ઓસ્ટેલિયા સામે કરી હતી. વન ડે મેચમાં  સૌપ્રથમ હેટ્રિક ઝડપનાર ચેતન શર્માએ 1987ના વર્લ્ડકપ દરમ્યાન ઝડપી હતી. ટી20 મેચમાં સૌપ્રથમ હેટ્રિક ઝડપનાર દીપક ચાહરે બાંગ્લાદેશ   સામે ઝડપી હતી.
 • વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીકમાં 1900 કરોડના ખર્ચે બ્રિટનની એક કંપનીના સહયોગથી થશે. બ્રિટનની ફોરસાઈડ ગ્રુપ સર્વિસીઝ લીમીટેડ અને અમદાવાદની પદ્મનાથ મફતલાલ ગ્રુપના સંયુક્ત સહયોગથી બનશે.
 • ‘ બુલબુલ’ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના અખાતમાં આવેલા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. 12 લોકોના મોત થયા છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં. 2.75 લાખ પરિવારોને તેની અસર થઇ છે