વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ પાંચમ        

તા. ૧૧.૩.૨૦૧૯ સોમવાર

  • 17મી લોકસભા માટે ચૂંટણી ક્રાર્યક્રમની જાહેરાત, દેશમાં 11 એપ્રિલથી 19 મેં દરમ્યાન સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ૨૩ મેં 2019ના રોજ મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં 23 એપ્રિલે ચૂંટણી યોજાશે.
  • ચૂંટણી જાહેર થતાની સાથે સમગ્ર દેશમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ શરૂ, 90 કરોડ મતદાતાઓમાં 8.4 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.
  • લોકસભાની ચૂંટણી સાથે જ ચાર રાજ્યો અરૂણાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડીશા અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણી યોજાશે. તથા ગુજરાત  બે  તાલાલા અને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે.
  • ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે 28 માર્ચની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, બે બેઠક અનુસૂચિત જાતિ અને ચાર બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. રાજ્યની તમામ બેઠક માટે એક જ તબક્કામાં ચૂંટણી થશે.
  • ગુજરાતમાં ૨૩ એપ્રિલે ચૂંટણી જાહેર થતાં જીટીયુની પરીક્ષા હવે એપ્રિલને બદલે મેમાં અને ગુજકેટની તારીખ પણ ત્રીજી વખત બદલાશે.
  • ઈથોપિયાન એરલાઇન્સનું બોઇંગ-737 વિમાન અદીસ અબાબથી નૈરોબી જવા ઉદ્દયન પછી તરત જ ક્રેશ થતાં ચાર ભારતીય સાહિત 157 મુસાફરોના મોત થયા છે.
  • રાજ્ય સરકાર સામે વિરોધનો સૂર બુલંદ કરનાર ભાજપના જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં મંત્રીમંડળમાં સ્થાન પામનાર જવાહર ચાવડાને પ્રવાસન, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા ખાતાની વહેંચણી કરવામાં આવી છે.
  • મેડીકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએશન મેડીકલની 1597 બેઠકો માટે 12 માર્ચથી પીન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.
  • સાવરકુંડલા માર્કેટિંગયાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીને કોંગ્રેસમાંથી સાત વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરતાં હતા.
  • ઓસ્ટેલિયા સામેની ચોથી વનડે મેચમાં ભારતનો ચાર વિકેટથી પરાજય થયો છે. વનડે શ્રેણી 2-2 થી સરભર થઇ છે. ભારતીય ટીમ શેખર ધવનના 143 રન કર્યા હતા.
Categories: Daily News