વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ છઠ્ઠ
તા. ૧૧/૨/૨૦૧૯ સોમવાર
- પશ્ચિમ બંગાળના કુશનગર વિધાનસભા સીટના તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની હત્યા કેસમાં ભાજપના નેતા મુકુલ રોય સહીત ચાર લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
- રફાલ વિમાન ડીલમાં સરંક્ષણ મંત્રાલયની ડિસેન્ટ નોટ મામલે કેગનો રીપોર્ટ તૈયાર, સંસદમાં આજે રજુ થવાની શક્યતા.
- કાશ્મીરના કુલગામ જીલ્લામાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ- કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનોના સંયુકત ઓપરેશનમાં પાંચ આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની આજે ત્રીજી અંતિમ ટી20 મેચમાં ન્યુઝીલેન્ડનો ચાર રનથી વિજય થયો. ન્યુઝીલેન્ડ સીરીઝ 2-1 જીતી છે.કોલીન મુનરોને પ્લેયર ઓફ ધ મેચ અને સેઈફર્ટાઈને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે.
- ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રીજી અને અંતિમ મહિલા ટી20 ક્રિકેટ મેચમાં ભારતનો બે રને પરાજય થતાં ભારતીય મહિલા ટીમનો વ્હાઈટવોશ થયો છે. ન્યુઝીલેન્ડે સિરીઝ 3-0 થી જીતી છે.
- રાજસ્થાનમાં નોકરી અને શેક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામતની માગણી માટે શરૂ થયેલ ગુર્જર આંદોલન હિંસક બન્યું, ધોલપુરમાં હિંસક પ્રદર્શન કરી રહેલ પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને આગચંપી અને પથ્થરમારો કરતાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
- રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત, એક જ દિવસમાં 78 કેસ નોંધાયા છે, જાન્યુ-2019થી આજદિન સુધી સ્વાઈન ફ્લૂથી 55 લોકોના મોત થયા છે,, કેન્દ્ર સરકારની તજજ્ઞ તબીબોની ટીમે સ્થિતિની સમીક્ષા કરી.