વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ પાંચમ       

તા. ૧૧/૧/૨૦૧૯ શુક્રવાર

 • નાના વેપારીઓને રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલે જીએસટીમાં નોંધણીની મુક્તિમર્યાદા રૂ. 20 લાખથી વધારી રૂ. 40 લાખ કરવામાં આવી છે.કમ્પોઝીશન મર્યાદા પણ એક કરોડથી વધારી દોઢ કરોડની કરવામાં આવી છે.
 • સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માને સુપ્રીમકોર્ટના બહાલ કરવાના ચુકાદાના 54 કલાક પછી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની હાઈપાવર સિલેકશન કમિટીએ સીબીઆઈ ડાયરેકટ પદેથી આલોક વર્માને હટાવ્યા.
 • સુપ્રીમકોર્ટે અયોધ્યા વિવાદની સુનાવણી ફરી ટાળી,  હવે 29 જાન્યુઆરીએ થશે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ પવનના ચતુરાઈપૂર્વક કટાક્ષ કર્યા પછી બંધારણીય બેન્ચમાંથી જસ્ટીસ યુ.યુ. લલિત ખસી ગયા છે. નવેસરથી બંધારણીય બેન્ચની રચના થશે.
 • સામાન્યવર્ગના આર્થિક રીતે નબળા લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં 10% અનામત આપવાના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
 • દિલ્લી કોંગ્રેસના અધ્યક્ષપદે શીલા દીક્ષિતની પસંદગી કરવામાં આવી છે. અજય માકનના રાજીનામાં બાદ તેમની નિયુક્તિ કરવામાં આવી છે.
 • આજથી દિલ્લીના રામલીલા મેદાનમાં યોજાનાર ભાજપના બે દિવસના અધિવેશનમાં  લોકસભા ચૂંટણીની વ્યૂહરચના ઘડશે.
 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટ પરીક્ષા ૩૦ માર્ચે યોજવાની હતી તે હવે 4 એપ્રિલના રોજ લેવામાં આવશે.
 • ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુજાભાઈ વંશને કોઈ અજાણ્યા શખ્સે બે દિવસ સતત ધમકીનો ફોન આવતાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
 • ક્રિકેટ વર્લ્ડકપ પહેલા ભારત 13 વનડે રમશે, તેમાંથી 8 વનડે ઓસ્ટેલિયા સામે અને પાંચ વનડે ન્યૂઝીલેન્ડ સામે રમશે.
 • ભારત – ઓસ્ટેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે પ્રથમ વનડે મેચ સિડની ખાતે રમાશે.
 • ભારતીય મહિલા બોકસર અને છ વાર વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમ વિશ્વની પ્રથમ બોકસર બની. બીજા ક્રમની ખેલાડીથી 600 પોઈન્ટ આગળ છે.
Categories: Daily News