વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ છઠ્ઠ                      

તા.૧૧.૪.૨૦૧૯ ગુરૂવાર

  • લોકસભાની પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો માટેના આજે મતદાન યોજાશે.17મી લોકસભાની પસંદગી માટે મતદાનની શરૂઆત.
  • સુપ્રીમકોર્ટે રાફેલના મામલામાં આજે કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો હતો, તમામ વાંધાઓને સુપ્રીમકોર્ટે ફગાવ્યા. રાફેલના નવા દસ્તાવેજોના આધારે ફરી ચકાસણીનો સુપ્રીમકોર્ટનો નિર્ણય.
  • ચૂંટણીપંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મ ‘ પીએમ નરેન્દ્ર મોદી’ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી લોકસભા સીટમાં ઉમેદવારી ફોર્મ ફર્યું, રફાલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચર્ચાનો પડકાર ફેક્યો.
  • રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સંગઠનના તમામ હોદ્દા પરથી રાજીનામાં આપ્યા, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામાં આપ્યા છે.
  •  IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાંપંજાબ સામે મુંબઈનો ત્રણ વિકેટથી વિજય થયો, પોલાર્ડની ઝંઝાવાતી બેટિંગ 31 બોલમાં 83 રન કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સનો અંતિમ બોલે વિજય થયો.
  • ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયા વિરુદ્ધ પાંચ મેચોની શ્રેણી ૩-0 થી જીતી લીધી છે. ભારતે ચોથી મેચમાં મલેશિયાને 1-0 થી હરાવ્યું હતું.
Categories: Daily News