10 Sep 2019 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ બારસ

તા. ૧૦/૯/૨૦૧૯ મંગળવાર

 • ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડીંગ બાદ પાડીને વાંકુ થઇ ગયું છે, તૂટી ગયું નથી. ઈસરો અધિકારીનો દાવો ટૂંકમાં ચંદ્ર પર વિક્રમની તસ્વીર જાહેર કરશે.
 • દેશમાંથી તમામ ગેરકાયદેસર વસાહતીઓને કાઢી મુકવામાં આવશે, સિટિઝન્સશીપ બિલ ફરીથી લવાશે.- કેન્દ્રીય ગૃહમંત્રી કમલનાથ
 • ભારતીય એનાના સાઉથર્ન કમાન્ડે દક્ષિણ ભારતના કેરળ સહીત રાજ્યોમાં આતંકી હુમલો થવાની ભીતિ સાથે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરક્રીકમાં તર્છોડાયેલ નૌકાઓ મળતાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 • કોપ-14 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ સમ્નેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન કરતા કહ્યું કે ભારત 2.6 હેકટર બંજર જમીન ઉપજાઉ બનાવશે.
 • કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સામે 1984 ના શીખ રમખાણ કેસોને ફરી ખોલવા માટેની દરખાસ્તને મંજુરી આપી છે.
 • દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખારજની પુત્ર શર્મિષ્ઠા મુખરજી અને કોલ્સભાના પૂર્વ અધ્યક્ષ મીરાકુમારના પુત્ર અંશુલકુમારને કોંગ્રેસે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા તરીકે નિયુક્તિ કરી છે.
 • પાકિસ્તાનની પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી નામીરા સલીમે ભારત અને ઈસરોના વખાણ કરી ચંદ્રયાન માટે અભિનંદન આપ્યા છે.
 • અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં 224 રનથી પરાજય આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. અફઘાનિસ્તાને માત્ર ત્રણ જ ટેસ્ટ રમ્યું છે જેમાં બેમાં વિજય મેળવ્યો છે.
 • ભારતીય પુરૂષ હોકી ટીમ ઓલમ્પિક ક્વોલીફાયરમાં રશિયા સામે રમશે, જ્યારે મહિલા હોકી ટીમ અમેરિકા સામે રમશે.
 • વિશ્વના બીજો નંબરનો ટેનીસ ખેલાડી રાફેલ નડાલે રશિયાના ડેનિયલ મેદવે દેવને હરાવી યુએસ ઓપન ટાઈટલ જીતી લીધું છે. નાદાલ બીજી સૌથી લાંબી ફાઈનલ જીત્યો, ચોથીવાર ચેમ્પિયન બન્યો છે.
 • અન્ડર-19 એશિયા કપની મેચમાં ભારતે અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી પરાજય આપ્યો છે.
 • ધોળકા વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીત્ન્ર પડકારતી અરજીના કેસમાં કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટમાં હાજર થયા, સુપ્રીમકોર્ટમાં જવા બદલ કોર્ટની માફી માગી.
 • રાજ્યમાં આજે મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો અમલ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરે તેવી સંભાવના. એકઠી વધુ વખત ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઉંચો દંડ ભરવો પડશે.