10 Oct 2019 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ બારસ  

તા. ૧૦/૧૦/૨૦૧૯ ગુરૂવાર

  • કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપી, મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો જાહેર કર્યો. હવેથી 12% ના બદલે 17% મુજબ જુલાઈ ૨૦૧૯થી ચુકવણી થશે. કેન્દ્રના આ નિર્ણયથી રૂ. 16,000 કરોડનો વધારાનો બોજ પડશે.
  • ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગ 11 અને 12 ઓક્ટોબર એમ બે દિવસ ભારતની મુલાકાતે આવનાર છે. તેઓ તમિલનાડુના મહાબલીપુરમમાં વડાપ્રધાન સાથે પોતાની બીજી અનૌપચારિક શિખર મંત્રણા કરશે.
  • મોબાઈલ ફોનની બેટરીના શોધ કરનાર ત્રણ વિજ્ઞાનીઓને સંયુક્ત કેમેસ્ટ્રી કેટેગરીનું નોબલ પારિતોષિક 2019 એનાયત થશે. લિથિયમ-આયન બેટરીના શોધક અમેરિકાના જહોન ગૂડઇનક, બ્રિટનના સ્ટેનલી વ્હીટીંઘમ અને જાપાનના અકિતા ઓશીનોનો સમાવેશ થાય છે. આ બેટરી વજનમાં હળવી, રીચાર્જેબલ અને પાવર ફૂલ બેટરી હવે મોબાઈલ ફોનથી લઈને લેપટોપ્સ તથા ઈલેક્ટ્રોનિક વાહનોમાં પણ ઉપયોગ થાય છે. લિથિયમ બેટરીઝ 1991માં પ્રથમવાર માર્કેટમાં આવી હતી.
  • લર્નિગ લાયસન્સણી કામગીરી હવે આરટીઓ કચેરીથી નહિ પણ રાજ્યની તમામ આઈટીઆઈમાંથી આપવામાં આવશે.
  • દસ બેન્કોના વિલીનીકરણ સામે બેંક કર્મચારીઓ 22 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી હડતાલ પાડવાની જાહેરાત કરી છે.
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજરી આપશે અને આવતીકાલે અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે. તેઓ પર માનહાનીનો કેસ ચાલે છે આ સંદર્ભે કોર્ટમાં હાજર રહેવાના છે.
  • કેન્દ્ર સરકાર કેવડીયા કોલોની ખાતે 11 અને 12 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાની ઉર્જા કોન્ફરન્સ યોજાશે. જેમાં તમામ રાજ્યોના ઉર્જામંત્રીઓ અને અધિકારીઓ હાજરી આપશે.
  • ઓસ્ટેલિયાની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં નવ વિકેટથી હરાવીને ૩-0 થી સીરીઝ જીતી લીધી છે. ઓસ્ટેલિયા મહિલા ટીમે સતત 18 વનડે મેચ જીતીને વિશ્વની પ્રથમ ટીમ બની છે.
  • દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની સિરીઝની પ્રથમ  વનડે મેચ ભારતીય  મહિલા ટીમે આઠ વિકેટથી દક્ષિણ આફ્રિકાને પરાજય આપી મેચ જીતી લીધી છે. પ્રિયા પુનિયા તેની પ્રથમ મેચમાં જ 50થી વધુ સ્કોર કરનાર સાતમી ભારતીય મહિલા ક્રિકેટર બની છે.